Garba girl 1

Good News For Garba: ગરબા ખૈલયાઓમાં આનંદ, હવે મોડી રાત્ર સુધી કરી શકશે ગરબા…

Good News For Garba: હવે રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો રેલ સુવિધા ઉપલબ્ધ રહેશે

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ Good News For Garba: ગુુજરાતમાં શારદીય નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે. આજે ચોથું નોરતું છે. આ દરમિયાન, રાજ્ય સરકારે ગરબા રસિકો માટે સારા સમાચાર આપ્યા છે. હવે ખૈલયાઓ મોડી રાત્ર સુધી ગરબા રમી શકશે. સાથે જ સાથે મેટ્રોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો રેલ સુવિધા લોકો માટે ઉપલબ્ધ રહેશે.

ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ વિભાગને આપ્યા આદેશ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મૌખિક આદેશ પોલીસ વિભાગને આપ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ રાત્રે 12 વાગ્યા પછી ગરબા બંધ કરાવવા ના જાયે. જેથી હવે ખૈલયાઓ મોડી રાત્ર સુધી ગરબાનો લુત્ફ માણી શકશે.

બે વાગ્યા સુધી મેટ્રો સુવિધા ઉપલબ્ધ રહેશે

બીજા સારા સમાચાર એ છે કે, હવે રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો રેલ સેવા ઉપલબ્ધ રહશે. તંત્ર દ્વારા નવરાત્રિ દરમિયાન પેસેન્જરોની સંખ્યામાં વૃદ્ધિ જોતા આ નિર્ણય કર્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 6.20 વાગ્યથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી હતી. પરંતુ હવે નવરાત્રિને ધ્યાનમાં લઈને સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી મેટ્રો રેલ સુવિધા રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો… Tablet distribution program: ગાંધીનગર ખાતે ટેબલેટ વિતરણ કાર્યક્રમનું આયોજન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો