pistol murder

Indian killed in Mexico: મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યાથી ચકચાર, વાંચો સમગ્ર મામલો…

Indian killed in Mexico: ગોળી વાગતા કેતન શાહનું ઘટનાસ્થળે જ મોત

નવી દિલ્હી, 23 ઓગસ્ટઃ Indian killed in Mexico: મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદના અને છેલ્લા 4 વર્ષથી મેક્સિકો ખાતે રહેતા કેતન શાહ નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

10 હજાર ડોલર એક્સચેન્જ કરાવી ઘરે જતા સમયે લૂંટ

મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદના કેતન શાહ (ઉં.વ 38) 2019થી મેક્સિકો ખાતે રહેતા હતા અને ટોરેન્ટ ફાર્મા નામની કંપનીમાં ફરજ બજાવતા હતા. શનિવારે તેઓ મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10,000 ડોલરની કરન્સી એક્સચેન્જ કરવા ગયા હતા.

જે બાદ કારમાં તેઓ તેમના પિતાની સાથે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મેક્સિકો સિટીના મિગુએલ વિસ્તારમાં કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું.

બાઈક પર આવેલા 2 લૂંટારુંઓએ ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપ્યો હતો. હુમલાખોરોએ ફાયરિંગ કરતા કેતન શાહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે બાદ મેક્સિકોના ભારતીય દૂતાવાસે પણ ટ્વીટ કરીને ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો… Chandrayaan-3 Landing: ચંદ્રયાન-3ના લેન્ડિંગ આડે હવે ગણતરીના કલાકો જ બાકી, પીએમ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાશે

Gujarati banner 01
Bannerદેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો