chandrayan

Chandrayaan-3 Landing: ચંદ્રયાન-3ના લેન્ડિંગ આડે હવે ગણતરીના કલાકો જ બાકી, પીએમ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાશે

  • અમદાવાદના 126 LED સ્ક્રીન પર ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે

Chandrayaan-3 Landing: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકાથી ચંદ્રયાન-3ની લેન્ડિંગ સમયે ઇસરો સાથે વર્ચ્યુઅલી જોડાશે

અમદાવાદ, 23 ઓગસ્ટઃ Chandrayaan-3 Landing: ચંદ્રયાન-3 દ્વારા ભારત આજે ઇતિહાસ રચવાનું છે. ચંદ્રયાન-3 સાંજે 6 વાગ્યાની આસપાસ ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. પરિણામે અમદાવાદ સહિત વિશ્વભરની નજર ચંદ્રયાન-3 પર ટકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારત માટે ઐતિહાસિક બનનારી ઘટનાને લઈને વિશેષ તૈયારી કરી છે.

શહેરમાં વિવિધ જગ્યાએ 126 એલઈડી સ્ક્રીન દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકાથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની લેન્ડિંગ સમયે ISRO સાથે વર્ચ્યુઅલી જોડાશે.

126 LED સ્ક્રીનની મદદથી ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 LED સ્ક્રીનની મદદથી ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સમયે ઘરે ઉપસ્થિત ન હોય એવા નાગરિકો એએમસીની એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ નિહાળીને ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સાક્ષી બની શકશે.

લેન્ડિંગમાં વિલંબ થઈ શકે

ઈસરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચંદ્રયાન મિશનમાં સફળતા નક્કી હાથ લાગશે. જો કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.

રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો હવે ચંદ્ર પર પહોંચવાની અને ત્યાં બેઝ બનાવવાની હોડમાં છે. આની પાછળ મૂન ઈકોનોમી છે. જેમાં અવકાશમાં વેપારની નવી તકો છે.

લેન્ડિંગની 17 મિનિટ પહેલા ખૂબ જ ખાસ

ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય સુરક્ષિત-સોફ્ટ લેન્ડિંગ છે. લેન્ડિંગની પહેલી 17 મિનિટ ખૂબ જ ખાસ હશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે છેલ્લી 17 મિનિટમાં શું થશે.

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે

આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈસરો સાંજે 5:20 વાગ્યે તેના કેન્દ્ર પરથી ઈવેન્ટનું જીવંત પ્રસારણ કરશે. ચાલો જાણીએ કે તમે ચંદ્રયાન-3 મિશનના લાઈવ અપડેટ્સ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો.

આ પણ વાંચો…. Railway bridge collapsed in Mizoram: મિઝોરમમાં રેલવે બ્રિજ ધરાશાયી થતાં 17નાં મોત, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો