Chandrayaan land

Chandrayaan-3 Land: ચંદ્ર પર લહેરાયો ભારતનો તિરંગો, ચંદ્રયાન-3એ કર્યું સોફ્ટ લેન્ડિંગ

Chandrayaan-3 Land: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ને લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો ભારત

નવી દિલ્હી, 23 ઓગસ્ટઃ Chandrayaan-3 Land: ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-3એ ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોની આ ભવ્ય સફળતા સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત છે. ચંદ્રયાન-3 ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત જગ્યા શોધીને સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યું છે.

ભારતની આ સિદ્ધિ શા માટે મોટી છે?

ચંદ્ર પર તેના ચંદ્રયાનને સોફ્ટ લેન્ડ કરનાર ભારત ચોથો દેશ છે. પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પહેલો દેશ છે. અમેરિકા, રશિયા અને ચીને પણ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે પરંતુ ચંદ્રના દક્ષિણી ભાગ પર કોઈ લેન્ડિંગ નથી કર્યું. કારણ કે ચંદ્રના અન્ય ભાગોની તુલનામાં દક્ષિણ બાજુએ ઉતરાણ કરવું સૌથી મુશ્કેલ છે.

વડાપ્રધાને શું કહ્યું…

પીએમ મોદીએ ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બદલ તમામ વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે અમે પૃથ્વી પર સંકલ્પ લીધો અને ચંદ્ર પર તેને પૂરો કર્યો. સમગ્ર દેશ માટે આ ગૌરવની ક્ષણ છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચ્યો.

પીએમએ કહ્યું કે ભારતમાં આપણે પૃથ્વી માતા અને ચંદ્રને મામા કહીએ છીએ. એક જમાનામાં એવું કહેવાતું હતું કે ચંદા મામા દૂરથી આવ્યા છે, હવે એક દિવસ એવો પણ આવશે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા હમણાં જ પ્રવાસ પર છે.

આ પણ વાંચો… Indian killed in Mexico: મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યાથી ચકચાર, વાંચો સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો