Israel Hamas War one

Israel-Hamas War: ઈઝરાયલ પર લેબનોનથી મિસાઈલ છોડવામાં આવી, એક ભારતીયનું થયુ મોત

Israel-Hamas War: મંગળવારે એક હુમલામાં એક ભારતીયનું મોત થયું, જ્યારે બે ભારતીયો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

નવી દિલ્હી, 05 માર્ચઃ Israel-Hamas War: છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના હુમલાઓનો પણ સામનો કરી રહ્યું છે. મંગળવારે આવા જ એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. જ્યારે બે ભારતીયો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

આ પણ વાંચોઃ Income Tax Savings Scheme: માર્ચની શરુઆતથી જ કરો ટેક્સ સેવિંગ પ્લાન, જાણો આ સરકારી યોજના વિશે…

image 14

સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇઝરાયલની રેસ્ક્યૂ સર્વિસના પ્રવક્તા મેઝેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સવારે 11 વાગ્યે ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ ગાર્ડનમાં બની હતી. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો