DKA Breaking

Mass shooting in chicago: અમેરિકાના શિકાગો શહેરમાં ગોળીબારી; 3 બાળકો સહિત 7 ઘાયલ

Mass shooting in chicago: શિકાગોના બેક ઓફ ધ યાર્ડ નામના વિસ્તારમાં આ ફાયરિંગની ઘટના બની

whatsapp banner

Mass shooting in chicago: અમેરિકાના ઇલિનોઇસ રાજ્યનું શિકાગો શહેર ફરી એકવાર ગોળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. શિકાગોના બેક ઓફ ધ યાર્ડ નામના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7 લોકોને ગોળી વાગી છે. જેમાં 3 બાળકો પણ છે, જેઓને ગોળી વાગી છે તેમની હાલત વિશે રિપોર્ટ મળ્યા ત્યાં સુધી તેમની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મળી નથી.

આ પણ વાંચો:- Salman Khan: સલમાન ખાનના ઘરની બહાર બે બાઇક સવાર શૂટરોએ કર્યો ગોળીબાર

ઘટના બાદ 10 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી હતી. ગોળીબાર અને શંકાસ્પદ વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

ઘટના સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ વાહન અને તેની હાલત જોઈ શકાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો