Imran Khan

ઇમરાન ખાનનું કાશ્મીરને લઇ મોટું નિવેદન,પાકિસ્તાન (Pakistan) કાશ્મીર વિશે ભારત સાથે વાત કરવા તૈયાર- વાંચો વધુમાં શું કહ્યું..!

નવી દિલ્હી, 31 મેઃ પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જો ભારત જમ્મુ કાશ્મીરની 5 ઓગસ્ટ 2019 પહેલાની સ્થિતિ ફરીથી અમલી કરવામાં આવે તેમનો દેશ ભારત સાથે મંત્રણા કરવા તૈયાર છે. ભારતે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ-370ને હટાવી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

ઇમરાન ખાને લોકો સાથેનાં સવાલ-જવાબ સત્રમાં કહ્યું, જો પાકિસ્તાન(Pakistan) (કાશ્મીરની જૂની સ્થિતિને પુન:સ્થાપિત કર્યા વિના) ભારત સાથે સંબંધોને ફરીથી સારા કરે છે, તો તે કાશ્મીરીઓથી મોઢુ ફેરવી લેવા જેવું હશે. તેમણે કહ્યું કે, જો ભારત 5 ઓગસ્ટનાં પગલાને પરત ખેંચે છે તો આપણે નિશ્ચિત રીતે તેમની સાથે ચર્ચા કરીએ શકીએ છે.

ADVT Dental Titanium

પરંતુ આ મુદ્દે ભારત ઘણી વાર સ્પષ્ટતા કરી ચૂક્યુ છે કે જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને દેશ પોતાની સમસ્યાઓનું પોતે નિરાકરણ લાવવામાં સક્ષમ છે. ભારતે પાકિસ્તાન(Pakistan)ને કહ્યું છે કે, તેની ઇચ્છા પાડોસી દેશથી આતંકવાદ, દુશ્મની અને હિંસા મુક્ત માહોલમાં સામાન્ય સંબંધો રાખવાની છે. ભારતે કહ્યું છે કે આ પાકિસ્તાનની જવાબદારી છે કે તેઓ આતંકવાદ અને દ્વેષમુક્ત માહોલ બનાવે. આ સત્રમાં ઇમરાન ખાનને મોંઘવારી સહિત સ્થાનિક મુદ્દાઓ સાથે સંકળાયેલા ઘણાં સવાલોનાં પણ જવાબ આપ્યા છે.

આ પણ વાંચો….

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ(Rain)નું થશે આગમન, હવામાન વિભાગની આગાહી..!