Put Jinping under house arrest

Put Jinping under house arrest: સોશિયલ મીડિયા પર ચીનમાં તખ્તાપલટનો દાવો, શી જિનપિંગને નજરકેદ કર્યા- વાંચો શું છે હકીકત?

Put Jinping under house arrest: ચીની સોશિયલ મીડિયા હેડલર્સનું કહેવું છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠો દ્રારા તેમને પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રમુખના પદેથી દૂર કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃPut Jinping under house arrest: હાલ સોશિયલ મીડિયા દ્રારા જે વાતો સામે આવી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ચીનમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ સારી નથી.  સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરી ચીની સેનાએ તખ્તાપલટ કરી દીધો છે.

ઘણા ચીની સોશિયલ મીડિયા હેડલર્સનું કહેવું છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠો દ્રારા તેમને પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રમુખના પદેથી દૂર કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. આ મામલે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વીટ કરતાં કહ્યું કે આ અફવાઓ પરથી પડદો ઉઠવો જોઇએ શું ખરેખર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરવામાં આવ્યા છે? જો કે ટ્વિટર પર #xijinping હેશટેગ ટ્રેંડમાં ચાલી રહ્યો છે. ચીનમાં એવી ચર્ચાઓ છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કરી પીએલએએ તખ્તાપલટ કરી દીધો છે.

અપ્રમાણિત સમાચારોના અનુસાર ત્યાંની સેના (PLA) એ રાજધાની બીજિંગને પોતાના કબજામાં લઇ લીધી છે. રાજધાની સંપૂર્ણપણે સેનાના કંટ્રોલમાં છે. બીજિંગ હવે આખી દુનિયાથી કટ થઇ ગઇ ગયું છે. ત્યાં મોતી સંખ્યામાં સેના પહોંચી ગઇ છે સાથે જ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ સમાચારોની હજુ સુધી પુષ્ટિ થઇ શકી નથી. 

આ પણ વાંચોઃ Conspiracy to kill PM Modi: PM મોદી પર હુમલાનો હતો પ્લાન! PFIએ રચ્યું હતું ષડયંત્ર- 106 લોકોને અરેસ્ટ કર્યા

ન્યૂઝ હાઇલેન્ડ વિજનના અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતાઓ અને પૂર્વ ચીની પ્રધાનમંત્રી વેન જિબાઓએ સ્ટેડિંગ કમિટીના પૂર્વ સભ્ય સોંગ પિંગને પોતાના પક્ષમાં રાજી કરી લીધા અને સેંટ્ર્લ ગાર્ડ બ્યૂરો (Central Guard Bureau) પર પોતાનો કંટ્રોલ બનાવી લીધો. સોંગ પિંગના કંટ્રોલમાં સેંટ્રલ ગાર્ડ બ્યૂરો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાર્ડ બ્યૂરો પોલિત બ્યૂરોના સ્થાયી સમિતાના સભ્યો અને સીસીપીના અન્ય નેતાઓને સુરક્ષા પ્રદાન કરે છે. આ જ શી જિનપિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. 

એવા પણ સમાચારો છે કે સિસ્ટમ પર હવે શી જિનપિંગનો કોઇ કંટ્રોલ રહ્યો નથી. હૂ જિંતાઓએ હાલની સ્થિતિને પોતાના કંટ્રોલમાં લઇ લીધી છે. જો આ સમાચારો પર વિશ્વાસ કરીએ તો 2019 માં ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ સૌથી મોટી ઘટના છે. ગત 10 દિવસથી બંધ દરવાજા પાછળ ગોપનીય બેઠક ચાલી રહી હતી. આ બેઠકોનું પરિણામ એ રહ્યું કે શી જિનપિંગના હાથમાંથી સત્તા લગભગ જતી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે શંઘાઇ સહયોગ શિખર સંમેલનના મુદ્દે સમરકંદમાં હતા. તે દરમિયાન હૂ જિંતાઓ અને વેન જિબાઓએ સોંગ પિંગને શી જિનપિંગના વિરૂદ્ધ ઉશ્કેરતા પોતાના પક્ષમાં કરી લીધા. કારણ કે શી જિનપિંગ સતત ત્રીજી વાર રાષ્ટ્રપતિનો કાર્યકાળ લગભગ તૈયાર કરી ચૂક્યા હતા. ત્યારબાદ જેવા જ શી જિનપિંગ સમરકંદથી પરત ફર્યા તેમને તેમના ગાર્ડે કસ્ટડીમાં લઇ લીધા અને પછી તેમને હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવ્યા

આ પણ વાંચોઃ Raj Kundra can be seen in Bigg Boss 16: બિગબોસ સિઝન 16માં જોવા મળી શકે છે રાજ કુંદ્રા, મેકર્સ પાસે 30 કરોડ રૂપિયા માગ્યા- વાંચો વિગત

Gujarati banner 01