Pm modi launches new series of coins

Conspiracy to kill PM Modi: PM મોદી પર હુમલાનો હતો પ્લાન! PFIએ રચ્યું હતું ષડયંત્ર- 106 લોકોને અરેસ્ટ કર્યા

Conspiracy to kill PM Modi: NIAએ આટલી મોટી કાર્યવાહી આ સંગઠનનાં આતંકીઓથી કનેક્શનની શંકાને કારણે કરી

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃConspiracy to kill PM Modi: NIAએ PFIનાં 106 લોકોને અરેસ્ટ કર્યા એનઆઈએએ ગુરુવારે સવારે જ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનાં દેશભરમાં ઘણા સ્થાનો પર છાપા માર્યા અને 106 લોકોને અરેસ્ટ પણ કર્યા હતા. NIAએ આટલી મોટી કાર્યવાહી આ સંગઠનનાં આતંકીઓથી કનેક્શનની શંકાને કારણે કરી.

હવે PFI સાથે જોડાયેલ એક મેમ્બરે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. આ મેમ્બરે જણાવ્યું છે કે આ સંગઠનનાં નિશાના પર પીએમ નરેન્દ્ર મોદીની પટના યાત્રા હતી. તેમને આ દરમિયાન ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી કે કેવી રીતે માહોલ ભડકાવવાનો છે.

જોકે, તેઓ આ કાર્યને અંજામ ન દઈ શક્યા. જણાવવામાં આવી રહ્યું છે કે સંગઠનને દુનિયાભરથી 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે ફંડ મળ્યો છે. પીએમ મોદીની પટના યાત્રાને નિશાનો બનાવવા માંગતું હતું.

આ પણ વાંચોઃ Raj Kundra can be seen in Bigg Boss 16: બિગબોસ સિઝન 16માં જોવા મળી શકે છે રાજ કુંદ્રા, મેકર્સ પાસે 30 કરોડ રૂપિયા માગ્યા- વાંચો વિગત

PFI જાણકારી અનુસાર, જે આરોપીએ આ ખુલાસો કર્યો છે, તેનું નામ શફીક પેઠ છે. ઇડી અને એનઆઈએ બંનેએ મળીને આ છાપો માર્યો હતો અને મામલામાં બંને એજન્સીઓ સતર્ક રૂપથી કામ કરી રહી છે. ઇડીએ જ્યારે શફીકને પૂછ્યું તો તેણે જણાવ્યું કે પીએમ મોદીની 12 જુલાઈનાં રોજ પટના યાત્રા દરમિયાન માહોલ ખરાબ કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ દરમિયાન સંગઠને અમુક સદસ્યને માહોલ બગાડવાની ટ્રેનીંગ પણ આપી હતી. જોકે, આ કાર્યને તેઓ અંજામ આપી શક્યા ન હતા. 

પૂછપરછમાં ખુલાસો થયો છે કે PFI દેશમાં આતંક ફેલાવવા માંગે છે. તે દેશનાં સદભાવ સામે અપરાધિક ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ ધાર્મિક દંગાઓ ભડકાવવાની કોશિશમાં લાગ્યા છે. સાથે જ એક ટેરર ગ્રુપને તૈયાર કરવાની ટ્રેનીંગ, હથિયાર અને ગોળા બારૂદ એકત્ર કરવામાં લાગ્યા છે, જેથી દેશનાં મહત્વપૂર્ણ સ્થાનો અને પ્રતિષ્ઠિત લોકોને ટારગેટ કરી શકે.

આ પણ વાંચોઃ Delhi and Punjab CM will come to Gujarat: દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી આવતીકાલે અમદાવાદ આવશે, કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સના કર્મચારીઓને સંબોધશે

Gujarati banner 01