5G

5G service will be launched after 1 week: આતુરતાનો આવ્યો અંત! એક સપ્તાહ બાદ ભારતમાં લોન્ચ થશે 5G સર્વિસ

5G service will be launched after 1 week: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’માં 5G સેવાઓ લોન્ચ કરશે, આગામી 1 ઓક્ટોબરથી દેશમાં 5G સેવા શરૂ થશે

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃ 5G service will be launched after 1 week: દેશમાં ઘણાં લાંબા સમયથી 5G નેટવર્કની રાહ જોવાઈ રહી હતી. જોકે હવે આખરે તેનો અંત આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી દેશમાં 5G સેવા શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’માં 5G સેવાઓ લોન્ચ કરશે. પ્રગતિ મેદાન ખાતે યોજાનારી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ 4 ઓક્ટોબર સુધી ચાલવાની છે. 

એશિયાના સૌથી વિશાળ ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ હોવાનો દાવો કરતા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું (IMC) આયોજન સંયુક્તરૂપે દૂરસંચાર વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા કરવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Put Jinping under house arrest: સોશિયલ મીડિયા પર ચીનમાં તખ્તાપલટનો દાવો, શી જિનપિંગને નજરકેદ કર્યા- વાંચો શું છે હકીકત?

સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. તેના કહેવા પ્રમાણે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઉંચાઈઓ પર લઈ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી વિશાળ ટેક્નોલોજી પ્રદર્શની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓની શરૂઆત કરશે.

જાણકારોના મતે 5G ટેક્નોલોજી આવવાથી ભારતને ખૂબ જ ફાયદો થશે. મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરનારી વૈશ્વિક ઔદ્યોગિક સંસ્થાના મતે વર્ષ 2023થી 2040 દરમિયાન ભારતીય અર્થતંત્રને તેના કારણે 36.4 ટ્રિલિયન રૂપિયા (455 અબજ ડોલર)નો ફાયદો થવાની શક્યતા છે. 

આ પણ વાંચોઃ Conspiracy to kill PM Modi: PM મોદી પર હુમલાનો હતો પ્લાન! PFIએ રચ્યું હતું ષડયંત્ર- 106 લોકોને અરેસ્ટ કર્યા

Gujarati banner 01