Russia vs Ukraine

Russia vs Ukraine : રશિયન સૈનિકો બેઝકેમ્પ પરત ફરતા વિશ્વજગતે રાહતનો શ્વાસ લીધો

Russia vs Ukraine : યુક્રેનના ઉત્તર ભાગે બેલારૂસ સાથે યુદ્ધાભ્યાસ કરી રહેલ રશિયાની સેના ફરી તેમના બેઝકેમ્પમાં ફરી રહી છે

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ Russia vs Ukraine : નાટો દેશોમાં શામેલ થવા મુદ્દે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ઘર્ષણ મુદ્દે સામાન્ય રાહતના સમાચાર મળી રહ્યાં છે. યુક્રેનના ઉત્તર ભાગે બેલારૂસ સાથે યુદ્ધાભ્યાસ કરી રહેલ રશિયાની સેના ફરી તેમના બેઝકેમ્પમાં ફરી રહી છે. 

વિદેશી એજન્સીના હવાલે મળી રહેલ સમાચાર અનુસાર દક્ષિણ, પશ્ચિમી છેવાડેથી બેલારૂસ મોકલેલ સૈન્ય તેમના બેઝકેમ્પમાં પરત ફરી રહ્યાં છે એટલેકે તેનું અર્થઘટન થાય રશિયાના સૈનિકો માત્ર યુદ્ધાભ્યાસ માટે જ બેલારૂસ ગયા હતા. તેઓ આ અભ્યાસ કરીને હવે પાછા ફરે છે. તેમને યુક્રેન સાથે યુદ્ધ માટે તૈયાર કરવા બોર્ડર પર તૈનાત નહોતા કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃ Lalu Prasad guilty in fodder scam case: ચારા કૌભાંડના સૌથી મોટા કેસમાં લાલુ દોષી જાહેર

IFXના અહેવાલ અનુસર રશિયન સેનાએ અનેક ડ્રીલ પૂર્ણ કરી છે અને તેઓ તેમના પોસ્ટિંગ સ્થાને પરત ફરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોસ્કોએ પોતાના 1.30 લાખ સૈનિકોનો ખડકલો યુક્રેન બોર્ડર પર ખડકી દીધો હતો.

Gujarati banner 01