Book launch

Book launch: મોડાસા ની 22 વર્ષીય યુવતી યુવા લેખક ક્રિષ્ના પટેલના ‘જિંદગીના સરનામે’ પુસ્તકનું જિલ્લા કલેકટરના હસ્તે વિમોચન

Book launch: મોડાસા ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિમોચન કરાયેલ પુસ્તકમાં જિંદગીના પ્રયત્નો,સંઘર્ષો,ચા સાથેનો શબ્દ પ્રેમ સાથે અલેખાયેલી આ પુસ્તકને મહેમાનોએ વખાણ્યું

અહેવાલઃ રાકેશ ઓડે

મોડાસા, 15 ફેબ્રુઆરીઃ Book launch: અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે.ત્યારે મોડાસા શહેર માટે વધુ એક સિદ્ધિનું મોરપીંછ ઉમેરાયું છે.મોડાસા ની ક્રિષ્નાબેન ગીરીશભાઈ પટેલ દ્વારા લખાયેલ ‘જિંદગીના સરનામે’ પુસ્તકનો વિમોચમ કાર્યક્રમ યોજાયો હતો.

માત્ર 22 વર્ષની ઉંમરે લેખકનું બિરુદ મેડવનાર ક્રિષ્ના પટેલનું પુસ્તક જિલ્લા કલેકટર ડો નરેન્દ્રકુમાર મીના તેમજ મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારની ઉપસ્થિતિમાં બુક લોન્ચિંગ કરવામાં આવી હતી. તેમજ સુંદરપુરા રામજી મંદીરના સંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કેવશદાસજી મહારાજ , સંત શ્રી રાધેશ્યામ દાસજી સાથેજ સુંદરપુરાના અન્ય મહન્તો એ આશીર્વાદ આપ્યા હતા .

આ પણ વાંચોઃ Russia vs Ukraine : રશિયન સૈનિકો બેઝકેમ્પ પરત ફરતા વિશ્વજગતે રાહતનો શ્વાસ લીધો
મોડાસા ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિમોચન કરાયેલ પુસ્તકમાં જિંદગીના પ્રયત્નો,સંઘર્ષો,ચા સાથેનો શબ્દ પ્રેમ સાથે અલેખાયેલી આ પુસ્તકને મહેમાનોએ વખાણ્યું હતું. આ સિવાય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ભરતભાઇ પરમાર,અરવલ્લી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ પ્રભુદાસ પટેલ તેમજ ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી સુરેશભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Gujarati banner 01