taliban 600x337 1

Shooting for waving afghan flag: હવે તો હદ કરી, અફઘાની ઝંડો ફરકાવવા બદલ ગોળીબાર, ત્રણનાં મોત

Shooting for waving afghan flag:1500 વર્ષ જુના બુદ્ધા સ્ટેચ્યૂને ઉડાવ્યું તે પ્રાંતમાં તાલિબાનોએ શીયાઓના હીરો અબ્દુલ અલીનું સ્મારક તોડયું

કાબુલ, 19 ઓગષ્ટ,Shooting for waving afghan flag: અફઘાનિસ્તાન પર કબજો કરી લીધા બાદ તાલિબાન દાવા કરી રહ્યું છે કે તે પહેલા જેવુ કટ્ટર બનીને સત્તા નહીં ચલાવે. જોકે તાલિબાન જે બોલી રહ્યું છે તેનાથી વિપરીત સિૃથતિ સૃથાનિક સ્તરે જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં કેટલાક લોકોએ અફઘાનિસ્તાનનો ઝંડો ફરકાવ્યો એવામાં તાલિબાની આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી દીધો. જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા અને અનેક લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.

Shooting for waving afghan flag: જલાલાબાદના નાગરિકોએ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિન પૂર્વે એક રેલી કાઢી હતી અને પોતાના દેશનો ઝંડો હાથમાં લહેરાવ્યો હતો જ્યારે તાલિબાની ઝંડાઓને ફગાવી દીધા હતા. જેને પગલે ત્યાં હાજર તાલિબાની આતંકીઓએ તેમના જ દેશના નાગરિકો પર ગોળીબાર કરી દીધો અને બે લોકોની હત્યા કરી નાખી હતી.

સાથે જ રેલીમાં જે પણ લોકો હાજર હતા તેમને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. દરમિયાન કાબુલમાં કેટલીક મહિલાઓએ તેમની સ્વતંત્રતા માટે ધરણા કર્યા હતા અને તાલિબાની શાસનને સ્વિકારવાની ના પાડી દીધી હતી, જેની તસવીરો પણ વાઇરલ થઇ રહી છે.

બીજી તરફ તાલિબાને પોતાના દેશના નાગરિકોને આદેશ આપ્યો છે કે તેમની પાસે જે પણ હિથયાર, દારૂગોળો હોય તે તેમને સોપી દેવામાં આવે અને ખાતરી આપી છે કે કોઇ પણ નિર્દોશ નાગરિકને હાની નહીં પહોંચાડાય અને દેશની સુરક્ષા કરવામાં આવશે.

સમય જતા અમારા નેતાઓ લોકોની સામે આવશે, અમારે કઇ જ છુપાવવાનું નથી. સાથે જ તાલિબાને પોતાના સત્તાવાર સભ્યોને કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં સત્તા પલટાનો ઉત્સવ ન મનાવે અને શાંત રહે. જોકે તાલિબાન માત્ર વાતો કરી રહ્યું છે પણ હકીકત કઇક જુદી જ છે.

Congress woman president blows: કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન મહિલા પ્રમુખ વચ્ચે જાહેરમાં મારામારી

તાલિબાની આતંકીઓ શીયા મુસ્લિમો પર અત્યાચાર ગુજારી શકે છે. (Shooting for waving afghan flag) તાલિબાની આતંકીઓેએ શીયા મુસ્લિમોના નેતા અને આતંકીઓ સામે લડનારા અબ્દુલ અલી મઝારીના સ્ટેચ્યૂને ઉડાવી દીધુ હતું. અબ્દુલ અલી મઝારી અફઘાનિસ્તાનના શીયા મુસ્લિમો અને હઝારા સમુદાયના નેતા હતા જેમની તાલિબાને 1996માં હત્યા કરી નાખી હતી.

આ સ્ટેચ્યૂ બામયાન પ્રાંતમાં આવેલુ હતંએ જ્યા અગાઉ તાલિબાને 1500 વર્ષ જુના બુદ્ધા સ્ટેચ્યૂને પણ ઉડાવી દીધુ હતું. હવે એ જ વિસ્તારમાં બે દસકા બાદ તાલિબાની આતંકીઓેએ શીયા મુસ્લિમોના નેતા અને હીરો ગણાતા અબ્દુલ અલીના સ્ટેચ્યૂને પણ ઉડાવી દીધુ હતું.

દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે અમેરિકન સૈન્ય દ્વારા અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 3200 લોકોને કાબુલથી સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં અમેરિકન નાગરિકો અને જવાનોનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ ફ્રાંસે કાબુલથી 21 ભારતીયોને સુરક્ષીત કાઢવામાં મદદ કરી હતી. જર્મનીએ પોતાના દેશના નાગરિકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવા માટે 600 જવાનોને મોકલ્યા છે. જ્યારે ભારતે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાંથી દરેક ભારતીયને સુરક્ષીત ભારત લાવવામા આવશે.

Whatsapp Join Banner Guj