ACB

Ahmedabad Crime Branch: લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપનાર કુખ્યાત ઝડપાયો

Ahmedabad Crime Branch: 3 લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે, અગાઉ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે

અમદાવાદ, ૧૯ અગસ્ત: Ahmedabad Crime Branch: અમદાવાદ શહેર તથા ગાંધીનગર વિસ્તારમાં ચેઇન સ્નેચીગ, મોબાઇલ તથા ટુ વ્હીલર વાહન તેમજ એકલ દોકલ જતા લોકોને ધમકાવી લૂંટ ચલાવનાર એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કબેરનગર વિસ્તારમાંથી ચોરીની માલ સાથે દબોચી લીધો હતો. આ મામલે પોલીસે મોબાઇલ, સોનાની ચેઇન તેમજ બે વાહનો સહિત 3 લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષા ચાલાક ચોરી કરેલા સોનાના દાગીના તથા મોબાઇલ લઇ ઇન્દીરાબ્રીજ તરફથી આવી ભદ્રેશ્વર ત્રણ રસ્તા થઇ કુબેરનગર તરફ વેચાણ કરવા જઇ રહ્યો છે. બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી રિક્ષા ચાલાક આરોપી અજય ઉર્ફે અચ્યુ ઉત્તમભાઇ ભોજૈયા (દેવીપૂજક)ની અટકાયત કરી હતી. તપાસ કરતા આરોપી પાસેથી સોનાની ચેઇન તેમજ મોબાઇલ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા અગાઉ અનેક ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: Mahuva-Surat Special: મહુવા-સુરત ટ્રેનની ફ્રિક્વેન્સી વધી

એકાદ મહિલા પહેલા આરોપી અજયે મિત્રો સાથે મળી ચિલોડા સર્કલ નજીક એક ટ્રક ચાલક સાથે ઝપાઝપી કરી સોનાની ચેઇન પડાવી લીધી હતી. થોડાક દિવસ પહેલા આરોપીએ મિત્રો સાથે મળી રિક્ષામાં એક મુસાફર સાથે લૂંટ ચલાવી હતી. ધોરાકુવા નજીક એક મુસાફરને બેસાડી મોબાઇલ પડાવી લીધો હતો. ઇન્દિરા સર્કલ નજીક પણ એક મુસાફરનો મોબાઇ ચોરી લીધો હતો. વિસત પેટ્રોપંપ નજીક તેમજ કોબા સર્કલ જતા નર્મદા કેનાલ પાસેથી બે વાહનોની ચોરી કરી નંબર પ્લેટ રસ્તામાં ફેંકી દીધા હતા.

એરપોર્ટ પોલીસ સ્ટેશન, ઇન્ફોસીટી તેમજ પેથાપુર પોલીસ મથકે આરોપી સામે ચોરીની ફરિયાદ નોંધાઇ છે. એટલું જ નહીં દોઢ એક વર્ષ પહેલા સરદારનગર વિસ્તારમાં એક સગીરાને ભગાડી જવાનો પર આરોપ લાગ્યો હતો. હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ,સોનાની ચેઇન તેમજ બે વાહનો સહિત 3 લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે વધુ તપાસ હાથ ધરી છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો