flight

Travel Ban: આ દેશે ભારત-પાકિસ્તાન સહિત 24 દેશો પર પર લગાવ્યો મુસાફરી પ્રતિબંધ- વાંચો વિગત

Travel Ban: આ નિર્ણય અખાત દેશના કોરોનાવાયરસના પ્રસારને રોકવાના પ્રયત્નોના ભાગરૂપે લેવામાં આવ્યો છે

નવી દિલ્હી, 09 જુલાઇઃ Travel Ban: ઓમાનના અખાત દેશએ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 24 દેશો તરફથી આવતા મુસાફર વિમાનોને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણય અખાત દેશના કોરોનાવાયરસના પ્રસારને રોકવાના પ્રયત્નોના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

ઓમાનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી એવી ઘોષણા કરવામાં આવી હતી કે આગળની સૂચના સુધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ વૈશ્વિક રોગચાળાને રોકવા માટે દેશ દ્વારા લેવામાં આવતા પગલાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યાદીમાં સમાવિષ્ટ અન્ય દેશોમાં બ્રિટન, ટ્યુનિશિયા, લેબેનોન, ઈરાન, ઇરાક, લિબિયા, બ્રુનેઇ, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ઇથોપિયા, સુદાન, તાંઝાનિયા, દક્ષિણ આફ્રિકા, ઘાના, સીએરા લિયોન, નાઇજિરિયા, ગુઆના, કોલમ્બિયા, આર્જેન્ટિના અને બ્રાઝિલ છે. 24 એપ્રિલથી આ દેશોમાંથી કેટલાકના આગમન પર પ્રતિબંધો અમલમાં છે. બુધવારે, ઓમાનમાં કોરોનાવાયરસ ચેપના નવા 1,675 કેસ નોંધાયા હતા, ત્યારબાદ દેશમાં ચેપના કુલ કેસ વધીને 2,80,235 થઈ ગયા છે. દેશમાં કોરોનાવાયરસ ચેપને કારણે અત્યાર સુધીમાં 3,356 લોકોનાં મોત નીપજ્યાં છે.

તે જ સમયે, 27 જૂને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ જાહેરાત કરી હતી કે તે ભારત સહિત 14 દેશો પર લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધને ચાલુ રાખશે. દેશની ઉડ્ડયન ઓથોરિટીએ કહ્યું કે, બિઝનેસ અને ચાર્ટર ફ્લાઇટ્સને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. યુએઈની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસને કારણે ભારત, પાકિસ્તાન, લાઇબેરિયા, નામિબીઆ, સીએરા લિયોન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો, યુગાન્ડા, ઝામ્બીઆ, વિયેટનામ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, નાઇજિરિયા અને દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવશે. યુએઈએ 24 એપ્રિલના રોજ જ ભારતમાં બીજી લહેર દરમિયાન ફ્લાઇટ પ્રતિબંધ લગાવી દીધો હતો.

જોકે, ભારતમાં કોરોના ઘટતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેટલાક દેશોએ ભારત પરના મુસાફરી પ્રતિબંધને દૂર કરવાનું શરૂ કરી દીધું છે. કેનેડા, જર્મની અને માલદીવ એવા ત્રણ દેશ છે કે જેમણે તાજેતરમાં ભારતીયો માટે તેમના દરવાજા ખોલ્યા છે. આગામી સપ્તાહથી, ભારતીયોને કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર કેનેડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, કારણ કે 21 જુલાઈ સુધી સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. કેનેડા જવા પહેલાં ભારતીય પ્રવાસીઓએ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. તે જ સમયે, જર્મનીએ લોકોને ડેલ્ટા વેરિયન્ટવાળા દેશોમાંથી પણ આવવાની મંજૂરી આપી છે, જ્યારે માલદીવ 15 જુલાઈથી લોકો માટે તેના દરવાજા ખોલશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Twitter: દિલ્હી હાઈકોર્ટે નવા IT નિયમોના ઉલ્લંઘન પર કેન્દ્રને કાર્યવાહી માટે સ્વતંત્રતા આપી!