આ દેશે તેના નાગરિકોને આપી ચેતવણી: વેક્સિન નહિ લે તો આગની જેમ ફેલાશે કોરોનાનું ભારતીય વેરિયન્ટ(variant of Corona)

નવી દિલ્હી, 20 મેઃvariant of Corona: કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધું છે. કડક પ્રતિબંધો બાદ હવે બ્રિટનમાં પરિસ્થિતિ સુધરી રહી છે. એવામાં બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેન્કોકે ચેતવણી આપી છે કે બ્રિટનમાં જે લોકોએ હજી વેક્સિન નથી લીધી તેઓમાં કોરોનાનું ભારતીય વેરિયન્ટ(variant of Corona) અગ્નિની જેમ ફેલાઈ શકે છે.

variant of Corona

હેન્કોકે લોકોને વિનંતી કરી કે જેઓ રસીકરણ માટે લાયક છે, પરંતુ તેમણે રસી મેળવવા માટે હજુ સુધી કોઈ ઍપૉઇન્ટમેન્ટ લીધી નથી, આવા લોકો વહેલી તકે રસી લઈ લે. પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પીએચઈ)એ મીડિયાને જણાવ્યું હતું કે યુકેમાં બી ૧૬૧૭.૨ તરીકે ઓળખાતા વેરિયંટ(variant of Corona)નું સંક્રમણ ગત સપ્તાહે ૫૨૦ કેસની તુલનામાં બમણા કરતાં વધુ ૧૩૧૩ થઈ ગયું છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે બ્રિટને પોતાના(variant of Corona) 3.૬ કરોડ લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે. જોકેસોમવારે લોકડાઉનને સરળ બનાવવાની યોજનાઓ હજી આગળ વધશે. હેન્કોકે મીડિયાને જણાવ્યા મુજબ ૨૧ જૂન સુધીમાં તમામ પાબંધીઓ હટાવી લેવી કે કેમ એનો નિર્ણય ૧૪ જૂને કરવામાં આવશે.

આ પણ વાંચો….

Covid-19 home testing: હવે ઘરે બેઠા કરી શકશો કોરોનાનો ટેસ્ટ, ICMRએ કોવિડ ટેસ્ટ કીટને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત