Covid-19 home testing: હવે ઘરે બેઠા કરી શકશો કોરોનાનો ટેસ્ટ, ICMRએ કોવિડ ટેસ્ટ કીટને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 20 મે: કોરોનાના કહેરની વચ્ચે ICMRએ મહત્વનો નિર્ણય કર્યો છે. ICMR દ્વારા કોવિડ-19 હોમ ટેસ્ટિંગ(Covid-19 home testing) કિટને મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિટ એન્ટીજન ટેસ્ટ કિટ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. આ વાતની બુધવારના રોજ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. ICMR તરફથી મહારાષ્ટ્રની એક કંપની માય લેબમાં બનેલી કિટને મંજૂરી આપવામાં આવી છે.

ICMR અનુસાર, જે લોકો ઘરે બેછા પોતાનો કોરોના ટેસ્ટ(Covid-19 home testing) કરવા ઇચ્છે છે. તેમને સૌથી પહેલા ગૂગલમાં જઇને તેને સંબંધિત મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યાર બાદ જેવી રીતે કિટ પર બતાવવામાં આવ્યુ છે તે જ પ્રમાણે વ્યક્તિએ કરવાનું રહેશે જેના દ્વારા અંતે ખ્યાલ આવશે કે વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં. નોંધનીય છે કે આ કિટનો ઉપયોગ ભારતથી પહેલા પણ વિદેશમાં થઇ ચુક્યો છે.

Whatsapp Join Banner Guj

આ સાથે ICMRએ સલાહ આપી છે કે, આ કિટનો ઉપયોગ તે જ વ્યક્તિ કરે જેનામાં કોરોનાના લક્ષણ હોય અથવા તો કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તે જ આ ટેસ્ટ(Covid-19 home testing) કરે. Mylab Discovery Solutions Ltd દ્વારા બનાવવામાં આવેલી આ કિટનું નામ CoviSelfTM (PathoCatch) COVID-19 OTC Antigen LF છે.

ADVT Dental Titanium

આ કિટથી વારવાર ટેસ્ટ ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. ટેસ્ટ કરતા પહેલા સ્ટ્રિપ પર જોવા મળતા રિઝલ્ટનો ફોટો પાડવાની સલાહ આપવામાં આવી છે. આ ફોટોને ફોનમાં સેવ કરો. જેમાં ટેસ્ટ કિટ સાથે સંબંધિત એપ છે. આ સાથે સલાહ આપવામાં આવી છે કે કોઇનામાં કોરોના લક્ષણ છે, પરંતુ ટેસ્ટ કિટમાં કરવામાં આવેલો ટેસ્ટ નેગેટિવ છે તો આરટીપીસીઆર જરુર કરાવી લેવો. કહેવામાં આવે છે કે, સ્વૈબ, ટેસ્ટ કિટ વગેરે સામાનને કેવી રીતે નષ્ટ કરે છે. તે માટે જ કિટ બનાવનારા એ જે પ્રમાણે નિર્દેશ કર્યો છે, તે અનુસાર જ કરવું.

આ પણ વાંચો…..

સીએમ કેજરીવાલે સિંગાપુર(Singapore)ને લઇ આપ્યુ મોટુ નિવેદન, સિંગાપુરે આપત્તિ જતાવી તો વિદેશ મંત્રી એ કરવી પડી ચોખવટ- વાંચો શું છે મામલો?