go first go air

કોરોનાના કપરા સમયમાં ૧૫ વર્ષ જૂની આ એરલાઇન્સએ રીબ્રાન્ડિંગ(rebranding) કરવાનો કર્યો નિર્ણય – વાંચો શું છે મામલો

બિઝનેસ ડેસ્ક, 20 મેઃ કોરોનાના કપરા સમયમાં વાડિયા ગ્રુપની ૧૫ વર્ષ જૂની એરલાઇન્સ ગોએરે રીબ્રાન્ડિંગ(rebranding) કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ઓછા ખર્ચે પ્રવાસ કરાવવા બદલ જાણીતી એરલાઇન ગોએર હવે ગો ફર્સ્ટ થઈ ગઈ છે. દેશમાં કોરોનાના રોગચાળાને કારણે એવિયેશન ક્ષેત્રને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

rebranding

ગોએર હવે અલ્ટ્રા લો કોસ્ટ કરિયર (યુએલસીસી) પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તેથી જ તેણે આ નિર્ણય લીધો છે. ૧૩ મેના રોજ એરલાઇને સત્તાવાર રીતે એક નિવેદનમાં કહ્યું કે તે પોતાને ગો ફર્સ્ટ તરીકે રીબ્રાન્ડ(rebranding) કરી રહી છે. આ એરલાઇને ૨૦૦૫માં કામગીરી શરૂ કરી હતી અને તેની પાસે ફક્ત ૫૦થી વધુ વિમાન છે. એક વર્ષ બાદ શરૂ થયેલી હરીફ કંપની ઇન્ડિગોનું કદ તેના કરતાં પાંચ ગણું વધારે છે.

rebranding

ઉલ્લેખનીય છે કે કંપની હવે પોતાનો આઇપીઓ પણ લાવી રહી છે અને તેના દ્વારા ૨૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો કંપનીનો હેતુ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ આઇપીઓ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં લોન્ચ(rebranding) થઈ શકે છે. આ આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપની તેનું દેવું ચૂકવવા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરશે. માર્ચ ૨૦૨૦ સુધી કંપનીનું દેવું ૧૭૮૦ કરોડ રૂપિયાનું હતું.

આ પણ વાંચો…

આ દેશે તેના નાગરિકોને આપી ચેતવણી: વેક્સિન નહિ લે તો આગની જેમ ફેલાશે કોરોનાનું ભારતીય વેરિયન્ટ(variant of Corona)