pansheria health meeting

Consumer Awareness: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ

Consumer Awareness: ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ ગ્રાહકોને બંને ઉત્પાદનો વચ્ચેનો તફાવત સમજાવવા અભિયાન; ખરીદી પહેલાં લેબલ અને ઘટકો તપાસવા અપીલ

WhatsApp Channel Follow કરો →

ગાંધીનગર, 18 નવેમ્બર: Consumer Awareness: રાજ્યમાં ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવતથી માહિતગાર કરવા આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ઓપરેશન હેલ્થ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ખાદ્યપદાર્થોની બનાવટ, તેમાં વપરાતા ઘટકો અને પેકેટ પર દર્શાવેલી માહિતી અંગે જાગૃત કરવાનો છે.

રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્યપદાર્થોમાં (Consumer Awareness) પારદર્શિતા લાવવાના ઉદ્દેશથી આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બજારમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે બજારમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને પ્રકારનાં ઉત્પાદનો ઉપલબ્ધ છે. બંને ઉત્પાદનો દેખાવ, ઠંડક અને સ્વાદમાં સમાન લાગતાં હોવાથી ઘણા ગ્રાહકો તેને એક જ પ્રકારની વસ્તુ સમજીને ખરીદે છે. જોકે, બંનેની બનાવટમાં મહત્વપૂર્ણ તફાવત છે. આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનો ઉપયોગ થાય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં સામાન્ય રીતે વેજિટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : – Face Care: રાત્રે સૂતા પહેલાં આ 5 વસ્તુઓનો ઉપયોગ કરો, ત્વચાની રાખો ખાસ કાળજી

આ બંને ઉત્પાદનો ખાદ્ય સુરક્ષા અને ધોરણો હેઠળ નિર્ધારિત નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે તો કાયદેસર રીતે વેચી શકાય છે. તેમ છતાં, ગ્રાહકોને બંને વચ્ચેનો તફાવત ખબર હોવો જરૂરી છે, જેથી તેઓ પોતાની પસંદગી અને સમજણના આધારે ખરીદી કરી શકે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મોટી સંખ્યામાં ગ્રાહકો આ તફાવતથી અજાણ હોવાથી ફ્રોઝન ડેઝર્ટને પણ આઈસ્ક્રીમ સમજીને ખરીદતા હોય છે.

Consumer Awareness: ગ્રાહકોને ખરીદી વખતે વધુ સજાગ રહેવા અપીલ કરતાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદતાં પહેલાં તેના પેકેટ પરનું લેબલ ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. ઉત્પાદનનું નામ, તેમાં વપરાયેલા ઘટકોની યાદી અને પોષકતત્ત્વોની માહિતી તપાસવી જરૂરી છે. ખાસ કરીને આઈસ્ક્રીમ અથવા ફ્રોઝન ડેઝર્ટ ખરીદતી વખતે તેમાં કયા પ્રકારની ચરબીનો ઉપયોગ થયો છે અને તેની બનાવટ શું છે તે જાણવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકો માત્ર ઉત્પાદનના દેખાવ, જાહેરાત કે સ્વાદના આધારે ખરીદી ન કરે, પરંતુ પેકેટ પર આપવામાં આવેલી માહિતીના આધારે નિર્ણય લે. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના લાગુ પડતા ધોરણોનું પાલન થતું હોય તે પણ મહત્વપૂર્ણ છે. ગ્રાહકોમાં આ પ્રકારની સમજ વિકસાવવાથી બજારમાં પારદર્શિતા વધશે અને લોકો વધુ માહિતગાર બનીને ખાદ્યપદાર્થોની પસંદગી કરી શકશે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

આરોગ્યમંત્રીએ રાજ્યના આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ (Consumer Awareness) વેચતા વેપારીઓને પણ અપીલ કરી હતી કે છૂટક વેચાણ દરમિયાન ગ્રાહકોને ઉત્પાદનની બનાવટ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે. બંને ઉત્પાદનો વચ્ચે ગેરસમજ ઊભી ન થાય તે માટે દુકાનો અને વેચાણ સ્થળોએ યોગ્ય ડિસ્પ્લે બોર્ડ, નામ અથવા માર્કિંગ રાખવામાં આવે. ગ્રાહક જે ઉત્પાદન ખરીદી રહ્યો છે તે આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ, તેની સ્પષ્ટ ઓળખ ઉપલબ્ધ હોવી જોઈએ.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન મીડિયા અને જનજાગૃતિના પ્રયાસોથી એનાલોગ પનીર, ચીઝ અને બટર જેવા ઉત્પાદનો અંગે લોકોમાં સમજણ વધારવામાં સફળતા મળી છે. આ જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે પણ વ્યાપક જાગૃતિ લાવવાની જરૂર છે. આ અભિયાન માત્ર સરકારી તંત્ર પૂરતું સીમિત ન રહે, પરંતુ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચે તે જરૂરી છે.

તેમણે ખાસ કરીને શિક્ષિત વર્ગ, સોશિયલ મીડિયા યુઝર્સ અને ડિજિટલ માધ્યમો સાથે જોડાયેલા લોકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. લોકો આ માહિતી પોતાના પરિવાર, મિત્રો અને સોશિયલ મીડિયા મારફતે અન્ય ગ્રાહકો સુધી પહોંચાડે તો વધુ વ્યાપક જનજાગૃતિ ઊભી થઈ શકે છે.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત અથવા અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના નિયમોનું પાલન કરે તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. બંને ઉત્પાદનોની ગુણવત્તા અને પોષક મૂલ્ય તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે.

આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.