ખાદ્ય તેલ(food oil)ના ભાવ ઘટવાના એંધાણ, સરકારે લીધો મોટો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 18 જૂનઃfood oil: સરકારે પામ ઓઇલ સહીત વવિધ ખાદ્ય તેલોના આયાત મૂલ્યમાં 112 ડોલર પ્રતિ ટનનો ઘટાડો કર્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એનાથી ઘરેલુ બજારમાં ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ ટેક્સ તેમજ સીમા શુલ્ક બોર્ડ (CIBC)ના એક અધિસૂચના જારી કરી કાચા પામ તેલના શુલ્ક મૂલ્યમાં 86 ડોલર પ્રતિ ટન અને આરબીડી(રીફાઇન્ડ, બ્લિચડ એન્ડ ડિયોડરાઈઝડ) કાચા પામોલીનના આયાત શુલ્કમાં 112 ડોલર પ્રતિ ટન નો ઘટાડો કર્યો છે.

બોર્ડના કાચા સોયાબીન તેલ(food oil)ના આધારે આયાત મૂલ્ય પણ 37 ડોલર પ્રતિ ટન ઘટાડો કર્યો છે. ખાધા તેલના આયાત શુલ્ક મૂલ્યમાં આ ઘટાડો 17 જૂનથી પ્રભાવિત થયા છે. ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે શુલ્ક મૂલ્યમાં ઘટાડાથી ઘરેલુ બજારમાં ખાદ્ય તેલની કિંમત ઓછી થઇ શકે છે કારણ કે મૂળ આયાત મૂલ્ય પર સીમા મૂલ્યમાં ઘટાડાથી એમાં ઘટાડો થઇ શકે છે.

એએમઆરજી અને એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહેને જણાવ્યું હતું કે દેશમાં ઘરેલુ વપરાશ અને ખાદ્ય તેલીબિયાંની માંગ વચ્ચે મોટો તફાવત છે જેના કારણે મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેમની છૂટક કિંમતોમાં વધારો થયો છે.

food oil

તેમણે કહ્યું હતું કે મૂળભૂત આયાત ભાવમાં આ ફેરફારની અસર છૂટક ભાવ પર પડી શકે છે જો કે આ ઘટાડાનો લાભ ઉત્પાદકો, વિતરકો અને રિટેલરો સહિત સમગ્ર સપ્લાય ચેઇન દ્વારા ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. દેશમાં ખાદ્યતેલો(food oil)ની માંગના બે તૃતીયાંશ આયાત દ્વારા પૂરી થાય છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલોના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

છેલ્લા એક મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક તેલ(food oil)ના ભાવમાં 20 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયના ડેટા અનુસાર 16 મેના રોજ સરસવના તેલની કિંમત 175 રૂપિયા હતી. હવે તેમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને આજે તે 157 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. આ સિવાય મગફળીના તેલના ભાવમાં 8 ટકાનો ઘટાડો થયો છે. હવે તે 190 ની જગ્યાએ કિલો દીઠ 174 રૂપિયા મળી રહ્યો છે.

મંત્રાલયના ડેટા અનુસાર 07 મે 2021 ના ​​રોજ પામતેલ(food oil)ની કિંમત પ્રતિ કિલો રૂ. 142 હતી. હાલમાં તે રૂ. 115 કિલો મળી રહ્યા છે. તેના ભાવમાં 19 ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ, જો આપણે સૂર્યમુખી તેલની વાત કરીએ તો તેમાં 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિનાની 5 મી તારીખે એક કિલો સૂર્યમુખી તેલ 188 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, જે હાલમાં 157 રૂપિયામાં મળી રહ્યું છે.

આ પણ વાંચો…..

મહત્વનો નિર્ણયઃ દેશમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધોરણ 11 અને 12ના વર્ગો પણ શરૂ કરનારી પહેલી મહાનગરપાલિકા બનશે સુરત(Surat)