student 600x337 1

મહત્વનો નિર્ણયઃ દેશમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધોરણ 11 અને 12ના વર્ગો પણ શરૂ કરનારી પહેલી મહાનગરપાલિકા બનશે સુરત(Surat)

સુરત. 18 જૂનઃ સુરત(Surat) કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધોરણ 11 અને 12ના વર્ગોનો વધારો કરાશે. સ્ટેન્ડિંગ કમિટી મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનની શાળાઓમાં ધોરણ 10 સુધીના જ ક્લાસ છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા(Surat)ની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Surat

દેશમાં સુરત(Surat) મહાનગરપાલિકા એવી પ્રથમ પાલિકા બનશે જે કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધોરણ 11 અને 12ના વર્ગો પણ શરૂ કરશે. જેમાં આઠ ગુજરાતી, ચાર મરાઠી અને બે હિંદીના વર્ગો મંજૂર કર્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીનીઓના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ માફ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીનીઓએ અભ્યાસ માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો નહીં પડે. આ સંપૂર્ણ પ્રોજેકટ સીએસઆર અને ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોને  સાથે રાખીને બનાવવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા(Surat)ને એક પણ રૂપિયાનું ભારણ ન આવે તેવા પ્રયાસ પણ આ પ્રોજેકટ હેઠળ કરવામાં આવશે. આ પ્રોજેકટ થકી 910 વિધાર્થીઓ લાભ મેળવી શકશે. વિદ્યાર્થીનીઓના અભ્યાસનો ખર્ચ ઉપાડવા સુરતની એક ખાનગી કંપનીના માલિકે દસ લાખ રૂપિયા સુધીની મદદ આપવામાં ખાતરી આપી છે.

આ પણ વાંચો….

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ(heavy rain)ની હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતોમાં ખુશીનો માહોલ