Ambaji rathyatra

Ambaji Rathyatra: યાત્રાધામ અંબાજી માં બે વર્ષ રથયાત્રા બંધ રહ્યા બાદ આ વખતે ફરી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

Ambaji Rathyatra: ભગવાન જગન્નાથજી બહેન સુબ્રધ્રા અને ભાઇ શ્રી બલરામ અંબાજી ની નગરચર્યા એ

રાધાકૃષ્ણ મંદિર થી આ રથયાત્રા માં ભગવાન જગન્નાથજી ની આરતી કર્યા બાદ રથયાત્રા નગરયાત્રા માટે નિકાળવામાં આવી

  • Ambaji Rathyatra: બે વર્ષ કોરોના મહામારી નાં કારણે રથયાત્રા મુલતવી રખાઇ હતી
  • આ વખતે મામેરુ પણ બંધ રાખવામાં આવ્યુ
  • અંબાજી માં ભક્તી મય વાતાવરણ સર્જાયુ હતુ.ને જાંબુ કાકડી ને ફણગારેલા મગ નો પ્રસાદ પણ વહેચવામાં આવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 01 જુલાઈ:
Ambaji Rathyatra: આજે અષાઢી બીજ છે ને માત્ર બે વર્ષ રથયાત્રા બંધ રહ્યા બાદ યાત્રાધામ અંબાજી માં આ વખતે ફરી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા જયજગન્નાથ નાં જય ઘોસ સાથે નિકાળવામાં આવી છે. બે વર્ષ કોરોના મહામારી નાં કારણે રથયાત્રા મુલતવી રખાઇ હતી. ને જાણે વર્ષો બાદ ફરી ભગવાન જગન્નાથજી બહેન સુબ્રધ્રા અને ભાઇ શ્રી બલરામ અંબાજી ની નગરચર્યા એ નિકળ્યાં હોય તેવું લાગતુ હતુ.

Ambaji Rathyatra

આજે રાધાકૃષ્ણ મંદિર થી આ રથયાત્રા (Ambaji Rathyatra) માં ભગવાન જગન્નાથજી ની આરતી કર્યા બાદ રથયાત્રા નગરયાત્રા માટે નિકાળવામાં આવી હતી. ને આ વખતે મામેરુ પણ બંધ રાખવામાં આવ્યુ હતુ. જ્યારે ભક્તો દ્વારા રથયાત્રા માં જોડાયેલાં તમામ ભક્તો માટે ભંડારા નું પણ આયોજન કરવામાં આવતુ હોય છે તે પણ આ વખતે મોખુફ રાખી પોલીસ નાં બંદોબસ્ત સાથે શાંતી પુર્ણ માહોલ માં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ફરી હતી. જેને લઇ અંબાજી માં ભક્તી મય વાતાવરણ સર્જાયુ હતુ.ને જાંબુ કાકડી ને ફણગારેલા મગ નો પ્રસાદ પણ વહેચવામાં આવ્યો હતો.

આ પણ વાંચો..Mansarover jal puja: અંબાજી માં પવિત્ર માનસરોવરમાં વાજતે ગાજતે આવી પવીત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી

Gujarati banner 01