Tappu comeback: તારક મહેતામાં ટપ્પુની વાપસીના સમાચાર વચ્ચે એક્ટર ભવ્ય ગાંધીનો મોટો ખુલાસો- વાંચો શું કહ્યું?
Tappu comeback: એક્ટરે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેનો હાલ આવો કોઇ પ્લાન નથી
મનોરંજન ડેસ્ક, 21 ઓક્ટોબરઃ Tappu comeback: ટીવીના મોસ્ટ પોપ્યુલર કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પાછલા 14 વર્ષોથી દર્શકોને એન્ટરટેઇન કરતો આવ્યો છે. આજે પણ આ શૉ લોકોનો ફેવરેટ શૉ છે. દરરોજ આ શૉને લગતા કોઇને કોઇ સમાચાર સામે આવતા રહે છે. પરંતુ આ વખતે જાણવા મળી રહ્યું છે કે જૂના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી શૉમાં કમબેક કરવા જઇ રહ્યો છે.
જો કે એક્ટરે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેનો હાલ આવો કોઇ પ્લાન નથી. જાણવા મળી રહ્યું છે કે ભવ્યએ શૉમાં વાપસી કરવાની વાતે તેણે નકારી દીધી છે. આ શૉને લગતા સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. લાંબા સમયથી આ શૉમાં દિશા વાકાણીની વાપસીને લઇને પણ ઘણી અફવાઓ ચાલી રહી છે. તે બાદ હવે ટપ્પુ એટલે કે ભવ્યની વાપસીની વાત સામે આવી રહી છે.
મીડિયા રિપોર્ટસની માનીએ તો ભવ્યએ કહ્યું કે, આ સમાચાર ફેક છે. હકીકતમાં ભવ્યએ ગુજરાતી સિનેમા અને થિયેટરના કારણે આ શૉને અલવિદા કહ્યું છે. થોડા સમયથી એવા રિપોર્ટ્સ મળી રહ્યાં છે કે ભવ્ય ગાંધીને ટપ્પુની ભૂમિકા માટે ફરીથી અપ્રોચ કરવામાં આવ્યો છે. જો કે ભવ્યએ આ ખબરોને નકારી કાઢી છે.
જણાવી દઇએ કે પાછલા કેટલાંક દિવસોથી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણી અફવાઓથી ઘેરાયેલો છે. થોડા દિવસો પહેલા દિશા વાકાણીને ગળાના કેન્સરને લઇને પણ સમાચારો વહેતા થયા હતા. પછીથી દિશા વાકાણીના ભાઇ મયૂર વાકાણીએ પણ આ રિપોર્ટ્સને પાયા વિહોણા ગણાવ્યા હતા.
આ પણ વાંચોઃ Military chopper crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું, વાંચો વિગત