Jio Diwali Offer: જીયોએ યુઝર્સને આપી દિવાળીની મોટી ભેટ, 1 વર્ષના રિચાર્જ પ્લાન પર આ ઑફરનો મળશે લાભ

Jio Diwali Offer: Jio દિવાળી સેલિબ્રેશન ઑફરનો લાભ 2,999 રૂપિયાના રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે

મુંબઇ, 21 ઓક્ટોબરઃ Jio Diwali Offer: Jioએ Diwali Celebration Offerની જાહેરાત કરી છે. યૂઝર્સને 1 વર્ષના રિચાર્જ પ્લાન પર આ ઑફરનો લાભ મળી રહ્યો છે. જો કે, Jioની આ ઓફર નવી નથી, તે પહેલા પણ મળી રહી હતી. જો કે આ પ્લાનમાં પહેલાની સરખામણીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. Disney + Hotstar અગાઉ આ પ્લાનમાં ઉપલબ્ધ હતું, જે હવે ઉપલબ્ધ નથી.

આ ઉપરાંત, વધારાના લાભોમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. એક વર્ષની વેલિડિટી સાથેનો આ પ્લાન દૈનિક ડેટા, SMS અને અમર્યાદિત કૉલિંગ ઑફર સાથે આવે છે. આમાં યુઝર્સને ઘણા ખાસ ફાયદા મળી રહ્યા છે. આવો જાણીએ Jio દિવાળી સેલિબ્રેશન ઓફરની વિગતો…

Jio દિવાળી સેલિબ્રેશન ઑફરનો લાભ 2,999 રૂપિયાના રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે. ઑફર પહેલાં, ચાલો આ પ્લાનમાં ઉપલબ્ધ ટેલિકોમ લાભો વિશે વાત કરીએ…

Jio રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી મળે છે. આમાં યુઝર્સને દરરોજ 2.5GB ડેટા, 100 SMS અને અમર્યાદિત કોલિંગનો લાભ મળે છે. આખા પ્લાનમાં યુઝર્સને કુલ 912.5GB ડેટા મળે છે.

આ પણ વાંચોઃ Tappu comeback: તારક મહેતામાં ટપ્પુની વાપસીના સમાચાર વચ્ચે એક્ટર ભવ્ય ગાંધીનો મોટો ખુલાસો- વાંચો શું કહ્યું?

Jio દિવાળી સેલિબ્રેશન ઑફરનો લાભ 2,999 રૂપિયાના રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે. ઑફર પહેલાં, ચાલો આ પ્લાનમાં ઉપલબ્ધ ટેલિકોમ લાભો વિશે વાત કરીએ…

Jio રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી મળે છે. આમાં યુઝર્સને દરરોજ 2.5GB ડેટા, 100 SMS અને અમર્યાદિત કોલિંગનો લાભ મળે છે. આખા પ્લાનમાં યુઝર્સને કુલ 912.5GB ડેટા મળે છે.

દિવાળી ઑફર હેઠળ ગ્રાહકોને Zoomin તરફથી 299 રૂપિયાના 2 મિની મેગ્નેટ મફતમાં મળશે. જોકે, યુઝર્સે શિપિંગ ચાર્જ ચૂકવવો પડશે.

આ સિવાય Ferns & Petalsથી 799 રૂપિયાની ખરીદી પર 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકોને Ixigo પર 4500 રૂપિયા અને તેનાથી વધુની ફ્લાઇટ ટિકિટ પર 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Ajioમાંથી રૂપિયા 2990 કે તેથી વધુની ખરીદી પર 1000 એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ થશે. આ સિવાય યુઝર્સને અર્બન લેડરથી શોપિંગ કરવા પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે યુઝર્સને કુલ 3699 રૂપિયાની ઓફર મળશે.

આ પણ વાંચોઃ HC Reject bail application: વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં થયો વધારો, અર્બુદા સેનાના કાર્યકરો ધરણા પર બેઠા બાદ પણ જામીનની અરજી ફગાવી

Gujarati banner 01