Alia bhatt releases 1st part of podcast series

Alia bhatt releases 1st part of podcast series: આલિયા ભટ્ટે કોવિડ વેક્સીનેશનની જાગરૂતતા માટે પોડકાસ્ટર સીરીઝનો પહેલો ભાગ રિલીઝ કર્યો

Alia bhatt releases 1st part of podcast series: આલિયા ભટ્ટે કોવિડ-૧૯ને વ્યવસ્થિત રીતે સમજવા માટે તે પોડકાસ્ટર સીરીઝ બનાવી

બોલિવુડ ડેસ્ક, 29 ઓગષ્ટ: Alia bhatt releases 1st part of podcast series: આલિયા ભટ્ટે કોવિડ વેક્સીનેશનની જાગરૂકતા માટે એક સીરીઝ બનાવી છે. કોવિડ-૧૯ને વ્યવસ્થિત રીતે સમજવા માટે તે પોડકાસ્ટર સીરીઝ બનાવી રહી છે. જેમાં તે ડોકટરોથી લઇ અન્ય સ્વાસ્થ્યકર્મીઓ સાથે વાત કરતી જોવા મળશે. 

આ સીરીઝનો પ્રથમ ભાગ રીલિઝ થઇ ગયો છે. જેને અભિનેત્રીએ સોશિયલ મીડિયાના પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે વાયરોલોજિસ્ટ, માઇક્રોબાયોલોજિસ્ટ અને વેકસીન પર દેશના મહત્વના વિશેષજ્ઞાો સાથે વાતચીત કરતી જોવા મળે છે. ડોકટર ગગનદીપે કોવિડ વેક્સીન બાબતે લોકોની જાણકારી આપી હતી તેમજ વેક્સીન લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પણ જણાવી હતી. 

આ પણ વાંચોઃ The zone of silence: એક એવી જગ્યા જ્યાં કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કામ કરતુ બંધ થઇ જાય છે- વાંચો જગ્યા વિશે

આલિયા પોતે પણ કોરોના વાયરસના સપાટામાં આવી હતી. જેની જાણકારી પોતે જ સોશિયલ મીડિયા પરથી આપી હતી. તેણે પોતાને ક્વોરન્ટાઇન કરી લીધી હતી.તેના પ્રેમી રણબીરને કોરોના થયો હતો જેથી ચર્ચા હતી કે આલિયા રણબીરના સંપર્કમાં આવી હોવાથી તે કોરોનાની લપેટમાં આવી ગઇ હતી.

Whatsapp Join Banner Guj