film will be seen in multiplexes for 75 RS

First multiplex open in srinagar: કાશ્મીરમાં ખૂલ્યુ પહેલુ મલ્ટીપ્લેક્સ, આજે બતાવાશે પહેલી આ ફિલ્મ

First multiplex open in srinagar: ત્રણ દાયકા બાદ કાશ્મીરીઓ જોશે મોટા પરદા પર ફિલ્મ

શ્રીનગર, 20 સપ્ટેમ્બરઃFirst multiplex open in srinagar: કાશ્મીર અને બોલિવૂડ વચ્ચે જૂનો સંબંધ છે. અગાઉ ઘણી બોલિવૂડ ફિલ્મો કાશ્મીરની વાદીઓમાં શૂટ થતી હતી. ત્યાંના લોકો પણ ખૂબ ઉત્સાહથી ફિલ્મ જોતા હતા, પરંતુ આતંકવાદના કારણે ધીમે ધીમે આ બધું બંધ થવા લાગ્યું અને ભૂતકાળ બની ગયું. પરંતુ હવે સ્થાનિક બિઝનેસમેન અને વેપારી રાજ્યમાં ફિલ્મ સંસ્કૃતિને પુર્નજિવિત કરવા માટે પગલાં લઈ રહ્યા છે.

આજે એટલે કે મંગળવારે શ્રીનગરમાં પહેલું મલ્ટીપ્લેક્સ ખુલશે અને આ મલ્ટીપ્લેક્સમાં આમિર ખાન અને કરિના કપૂર ખાન સ્ટારર લાલ સિંહ ચઢ્ઢા બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષો પછી આ પહેલી વખત હશે કે જ્યારે લોકો સિનેમાઘરોમાં જઈને મોટા પડદા પર ફિલ્મ જોશે. છેલ્લા ત્રણ દાયકામાં ઘણા લોકોએ સિનેમા હોલને નવુ સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઉગ્રવાદીઓની ધમકીઓ અથવા લોકોના રસના અભાવને કારણે તેમને બંધ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચોઃ Amisha patel dating pakistani actor: આ પાકિસ્તાની એક્ટરને ડેટ કરી રહી છે ગદ્દર ગર્લ અમિષા પટેલ? જાણો શું છે મામલો

આ પણ વાંચોઃ child Stomach pain: શું તમારુ બાળક પણ કરે છે સતત પેટમાં દુખવાની ફરીયાદ? તો થઇ જાવ એલર્ટ

Gujarati banner 01