Jubin Nautiyal

ArrestJubinNautiyal: ટ્વિટર પર સિંગર જુબિન નૌટિયાલની ધરપકડ કરવાની માંગ, જાણો શું છે મામલો?

ArrestJubinNautiyal: સિંગરની પોસ્ટરને શેર કરતા રેહાન સિદ્દીકએ લખ્યું છે- મારા ફેવરેટ સિંગર હોસ્ટન આવી રહ્યા છે

બોલિવુડ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃArrestJubinNautiyal: જુબિનનો ટુક સમયમાં યુએસમાં કોન્સર્ટ થવાનો છે. પરંતુ કોન્સર્ટના થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર જુબિનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેના પાછળનું કારણ જુબિન નૌટિયાલના કોન્સર્ટના આયોજકમાં સામેલ એક શખ્સનું નામ છે.

Arrest Jubin Nautiyal Trend: Demand to arrest singer Jubin Nautiyal arose  on Twitter, relations with Khalistanis being told / Arrest Jubin Nautiyal  Trend: ट्विटर पर उठी सिंगर जुबिन नौटियाल को गिरफ्तार - News4patna

જુબિન નૌટિયાલની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં જુબિનના અપકમિંગ કોન્સર્ટ જે 23 સપ્ટેમ્બરના છે તેની જાણકારી લખી છે. આ પોસ્ટરને રેહાન સિદ્દીકી નામના શખ્સે ટ્વિટર પર શેર કરી છે. આ પોસ્ટરને શેર કરતા લખ્યું છે- મારા ફેવરેટ સિંગર હોસ્ટન આવી રહ્યા છે. ગ્રેટ જોબ જય સિંહ. તમારા શાનદાર પ્રેઝનટેશનની રાહ જોઈ રહ્યા છીએ. આ ટ્વીટના કેપ્શનમાં જય સિંહ નામના કારણે જુબિન નૌટિયાલને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Lumpy virus spread across the india: દેશભરમાં લમ્પી વાયરસથી હાહાકાર, 58 હજારથી વધુ ગાયોના મોત નિપજ્યા

ઉલ્લેખનીય છે કે, જય સિંહ વોન્ટેડ છે જેની શોધ ચંડીગઢ પોલીસ છેલ્લા 30 વર્ષથી કરી રહી છે. જય સિંહ ઉપર વીડિયો પાઈરેસી અને ડ્રગ્સ તસ્કરીનો આરોપ છે. જય મુખ્ય રીતે પંજાબનો રહેવાસી છે પરંતુ હવે યુએસમાં રહી રહ્યો છે. વોન્ટેડ જય સિંહના જુબિન નૌટિયાલના કોન્સર્ટમાં સામેલ થવાના કારણે જુબિનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પણ #ArrestJubinNautiyal ટ્રેન્ડ થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, સિંગર જુબિન નૌટિયાલે એકથી એક શાનદાર હિટ નંબર્સ ગીતો ગાયા છે. જેમાં ‘દિલ ગલતી કરત બેઠા હૈ’, ‘તુમ હી આના’, ‘લુટ ગએ’, ‘બેવફા તેરા માસૂમ ચેહરા’, ‘તારો કે શહેર’ અને ‘રાતા લંબિયા’ આ ઉપરાંત ઘણા હિટ ગીતો ગાયા છે. આ ગીતોને લઇને લોકોના દિલોમાં જગ્યા બનાવી છે.

આ પણ વાંચોઃ Fire in surat GIDC: GIDCની કેમિકલ કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો, 1વ્યક્તિનું મોત નિપજ્યુ અને 5 વ્યક્તિ ઘાયલ થયા

Gujarati banner 01