Lumpy virus spread across the india

Lumpy virus spread across the india: દેશભરમાં લમ્પી વાયરસથી હાહાકાર, 58 હજારથી વધુ ગાયોના મોત નિપજ્યા

Lumpy virus spread across the india: અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનો વાત કહેવામાં આવી રહી હતી, હવે કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે 16 રાજ્યોમાં બિમારીએ અન્ટ્રી કરી

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બરઃLumpy virus spread across the india: દેશભરમાં ગાયોના જીવનું જોખમ વધી રહ્યુ છે. તાજેતરમાં મળેલા અહેવાલ અનુસાર, અત્યાર સુધી લમ્પીવાયરસના કારણે 58 હજારથી વધુ ગાયોના મોત થયા છે. દિલ્હીમાં પણ આ વાયરસથી સંક્રમણના 173 કેસ નોંધાયા છે. અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનો વાત કહેવામાં આવી રહી હતી.

હવે કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે 16 રાજ્યોમાં બિમારીએ અન્ટ્રી કરી લીધી છે. રાજસ્થાન લમ્પી વાયરસ  (Lumpy Virus) થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પશુપાલકોને ગાયોને દફનાવવા માટે જગ્યા ઓછી પડી ગઇ છે. 

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે બિમારીનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સમન્વય વધારવા માટે દિલ્હીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. તેના દ્રારા અધિકારી રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. તમામ અધિકારીઓએ દિશા નિર્દેશ આપી દિધા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વેક્સીન ઉત્પાદનને વધારવાના પ્રયત્નને લઇને તેના નિર્માતા સાથે વાતચીત કરવામાં આવી છે. વિજય રૂપાલાએ કહ્યું કે રાજસ્થાનની સ્થિતિ જાણવા માટે ત્યાં ગયા હતા અને પ્રદેશ સરકારનો પુરૂ સહયોગ કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Fire in surat GIDC: GIDCની કેમિકલ કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો, 1વ્યક્તિનું મોત નિપજ્યુ અને 5 વ્યક્તિ ઘાયલ થયા

વધુમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જાણકારી આપી કે દૂધનું સૌથી વધુ કલેક્શન ગુજરાતથી થાય છે. ત્યાં લમ્પી વાયરસ શાંત થવાની સ્થિતિમાં આવી ગયો છે. તેમણે કહ્યું કે તેમની અમૂલ સાથે વાત થઇ, જ્યાંથી જવાબ મળ્યો કે ત્યાં તેમના દૂધના કલેક્શન પર કોઇ સંકટ નથી. 

શું છે બિમારી અને ઉપચાર
લમ્પીવાયરસ પશુઓને થનાર એક સંક્રમણ બિમારી છે. તેને કેપરી પોક્સ વાયરસ પણ કહે છે. મચ્છર, માખીઓ, ઝૂ વગેરે કીટ આ બિમારીના રોગવાહકના રૂપમાં કામ કરે છે. હજુ પણ કહેવામાં આવી રહ્યું છે કે દૂષિત ભોજન પાણીના સેવનથી લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત પશુઓની ચામડા પર ગઠ્ઠા પડી જાય છે અને પછી ઘા થઇ જાય છે. પશુઓને તાવ આવવો, નાક વહેવું, વધુ પડતી લાળ વહેવી અને આંખ આવવી તેના અન્ય લક્ષણ છે. આ બિમારી જીવલેણ સાબિત થઇ રહી છે.

આ બિમારીનો કોઇ વિશેષ ઉપચાર ઉપલબ્ધ નથી પરંતુ ગોટ પોક્સ વેક્સીન તેના નિદાનના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહી છે. વેક્સીનના ડોઝ પશુઓમાં સંક્રમણ સામે લડવા માટે રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરે છે. આ ઉપરાંત સંક્રમિત પશુઓના પૃથક રાખવા માટે કહેવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Shradh paksha 2022: ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણનાં સંબંધમાં પણ શ્રાદ્ધ પક્ષના દિવસો મહત્ત્વના

Gujarati banner 01