Fire in surat GIDC 2022

Fire in surat GIDC: GIDCની કેમિકલ કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો, 1વ્યક્તિનું મોત નિપજ્યુ અને 5 વ્યક્તિ ઘાયલ થયા

Fire in surat GIDC: મોડી રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થવાની ઘટના બની

સુરત, 11 સપ્ટેમ્બરઃ Fire in surat GIDC: સુરતની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપની અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મોડી રાતે આગ લાગી હતી. આ કંપનીમાં કેમિકલ બનાવવામાં આવે છે. મોડી રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થવાની ઘટના બની હતી, જેના બાદ આગ લાગી હોવાનું કહેવાય છે. આગ લાગી ત્યારે કંપનીમાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા.

આગ લાગતા જ જોતજોતામા પ્રસરી ગઈ હતી, જેના બાદ મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી આજુબાજુમાં રહેતા અને પસાર થતા વાહનચાલકો પણ ગભરાઈ ગયા હતા. લોકોએ આ બ્લાસ્ટ દૂર સુધી નિહાળ્યો હતો. જોતજોતામાં આગ આખી કંપનીમાં પ્રસરી ગઈ હતી. કંપનીમાં કેમિકલ ભરેલુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 

આ પણ વાંચોઃ Shradh paksha 2022: ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણનાં સંબંધમાં પણ શ્રાદ્ધ પક્ષના દિવસો મહત્ત્વના

આ લાગતા જ 30 થી વધુ ફાયર કંપનીઓએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. માંડ 4 થી 5 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કુલ પાંચ કામદારો ઘવાયા છે. જેમા એક કામદારનૂું મોતન િપજ્યું છે. આગની સ્થિતિ જોતા મોતનો આંકડો વધુ શકે છે. 

આ વિશે સિવિલ હોસ્પિટલના આરએમડો ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલ 5 લોકોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. પાંચ પૈકી બે લોકોની હાલત ગંભીર છે. તો એક કારીગરના હાથમાં ફ્રેક્ચર થયું છે. હાલ સિવિલના ડોક્ટરો દ્વારા તમામની સારવાર ચાલુ છે. વધુ ઘાયલો આવે તો ડોક્ટરોની ટીમ ખડેપગે તૈયાર છે.

આ પણ વાંચોઃ PM Kisan Scheme Update: PM કિસાન સન્માન નિધિનો લાભ લેનારા ખેડૂતોએ પરત કરવા પડશે રુપિયા, સરકારે જાહેર કરી યાદી

Gujarati banner 01