aarti singh

Arti Singh Wedding: આખરે આરતી સિંહના લગ્ન થયા સમ્પન, વિવાદ બાદ ભાણીના લગ્નમાં પહોંચ્યો મામા ગોવિંદા

Arti Singh Wedding: 8 વર્ષની ફરિયાદ ભૂલીને બોલીવુડના હીરો નં 1 એટલે કે ગોવિંદા પોતાની ભાણીના લગ્નમાં પહોંચ્યો

whatsapp banner

બોલિવુડ ન્યુઝ, 27 એપ્રિલઃ Arti Singh Wedding: જ્યારથી આરતી સિંહના લગ્ન નક્કી થયા છે અને તેણે પોતાના લગ્નના સમાચારને ઓફિશિયલ કર્યા છે. ત્યારથી તે સતત દાવાની સાથે કહેતી આવી છે કે મામા લગ્નમાં તેને આશીર્વાદ આપવા જરૂર આવશે. કહેવાય છે કે અમુક સંબંધો દિલના હોય છે. બાળકોથી ભૂલ ગમે તેટલી પણ થઈ જાય તે માફ કરી દે છે.

8 વર્ષની ફરિયાદ ભૂલીને બોલીવુડના હીરો નં 1 એટલે કે ગોવિંદા પોતાની ભાણીના લગ્નમાં પહોંચ્યો. આ જોઈને કૃષ્ણા અભિષેક ઈમોશનલ થઈ ગયો અને પોતાના મનની વાત કહ્યા વિના પોતાને રોકી શક્યો નહીં.

આ પણ વાંચો:- Wall clock vastu Tips: કઇ દિશામાં લગાવવી જોઇએ ઘડિયાળ? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

કૃષ્ણા અભિષેક ગુરુવારે મુંબઈમાં પોતાની બહેન આરતી સિંહના લગ્નના રિસેપ્શનમાં પોતાના મામા અને એક્ટર ગોવિંદાને જોઈને ‘ખૂબ ખુશ’ થઈ ગયો. ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાનો છેલ્લા 8 વર્ષથી કૃષ્ણા અને તેની પત્ની કાશ્મીરા શાહ સાથે વિવાદ ચાલી રહ્યો છે. બંને છેલ્લા 8 વર્ષથી એકબીજા સાથે વાત પણ કરી રહ્યા નથી પરંતુ ગોવિંદાએ ભાણી આરતીના લગ્નમાં પહોંચીને તમામને સરપ્રાઈઝ આપી દીધી.

લગ્નની ગ્રાન્ડ એન્ટ્રી દરમિયાન ગોવિંદા બ્લેક કપડામાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે ફ્લાઈંગ કિસની સાથે પાપરાઝીનું સ્વાગત કર્યું. જોકે તેણે પોઝ આપવાનુ ટાળ્યુ અને સીધો વેન્યૂમાં જતો રહ્યો. પોતાની બહેન આરતીના લગ્નના જશ્નમાં ચીચી મામાની હાજરી પર પ્રતિક્રિયા આપતા કૃષ્ણાએ કહ્યુ, ‘મામા આવ્યા, ખૂબ ખુશી થઈ. તેમને જોઈને હુ ખૂબ ખુશ છુ. તે દિલની વાત છે. અમારુ ઈમોશનલ કનેક્ટ છે’.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો