Wall clock vastu Tips

Wall clock vastu Tips: કઇ દિશામાં લગાવવી જોઇએ ઘડિયાળ? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Wall clock vastu Tips: પોતાના ઘરમાં તૂટેલી કે બંધ પડેલી ઘડિયાળ મુકવાથી બચો

whatsapp banner

ધર્મ ડેસ્ક, 26 એપ્રિલઃ Wall clock vastu Tips: દરેક વ્યક્તિ માટે સમયનું ખૂબ જ મહત્વ હોય છે, જેના માટે ઘરમાં કઇ હોય કે ના હોય પણ ઘડિયાળ દરેક વ્યક્તિ વસાવે છે. ઘડિયાળના મામલે દરેક કોઈ માટે પોતાની પસંદનો વિકલ્પ પસંદ કરવા માટે પૂરતો વિકલ્પ છે. પણ તમે કોઈપણ સમય પસંદ કરો, ઘડિયાળ પર લાગૂ થનારો વાસ્તુ શાસ્ત્રનો નિયમ એ જ રહે છે. આ દિવાલ ઘડિયાળ વાસ્તુ નિયમ ઘરમાં નકારાત્મક ઉર્જાને ઓછુ કરવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે દિવાલ ઘડિયાળ માટે યોગ્ય દિશા નિર્ધારિત કરે છે. આવો જાણીએ દિવાલ ઘડિયાળ લગાડવા માટેની ટિપ્સ…

આ આપણ વાંચો:- Benefits of stale mouth water:સવારે વાસી મોંઢે પાણી પીવાના છે અનેક ફાયદા- જાણો કેટલા ગ્લાસ પીવુ જોઇએ પાણી?

યોગ્ય દિશા
દિવાલ ઘડિયાળ લગાવવા માટે આદર્શ દિશા ઉત્તર કે પૂર્વની દિવાલ છે. આ દિશાઓને શુભ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે આ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.

દક્ષિણ અને પશ્ચિમ દિશાથી બચો
સામાન્ય રીતે દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પર દિવાલ ઘડિયાળ લગાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિશાઓ સમયને નુકશાન પહોંચાડે છે અને ઘરમાં ઉર્જાના સકારાત્મક પ્રવાહને અવરોધી શકે છે.

ઘડિયાળની ઊંચાઈ
દિવાળ ઘડિયાળને યોગ્ય ઊંચાઈ પર લડકાવવી જોઈએ. આદર્શ રૂપથી જ્યારે તમે બેસવાની સ્થિતિમાં હોય તો આ આંખોના લેવલ પર હોવી જોઈએ. ઘડિયાળ ખૂબ નીચે કે ખૂબ ઉપર મુકવાથી બચો.

દક્ષિણાવર્ત ગતિ
ઘડિયાળને દક્ષિણાવર્ત દિશામાં ફરવી જોઈએ. એવુ કહેવાય છે કે આ જીવનમાં પ્રગતિ અને આગળ વધવાનુ પ્રતિક છે. વામાવર્ત કે અનિયમિત ટિકટિક કરનારી ઘડિયાળના ઉપયોગ કરવાથી બચો.

પોઝીટીવ રંગોનો ઉપયોગ કરો
એવા રંગોવાળી દિવાલ ઘડિયાળ પસંદ કરો જે સુખદાયક અને સકારાત્મક હોય. ડાર્ક અને ફીક્કા રંગોથી બચો. કારણ કે તે રૂમની સમગ્ર ઉર્જાને નુકશાન પહોચાડી શકે છે.

કોઈ તૂટેલી કે બંધ પડેલી ઘડિયાળ લગાવશો
પોતાના ઘરમાં તૂટેલી કે બંધ પડેલી ઘડિયાળ મુકવાથી બચો. તેને અશુભ માનવામાં આવે છે અને આ નકારાત્મક ઉર્જા લાવી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો