CBI Sandeshkhali raid

CBI Sandeshkhali raid: CBIએ સંદેશખાલીમાંથી હથિયારોનો જથ્થો જપ્ત કર્યો, બોમ્બને ડિફ્યુઝ કરવા NSG પહોંચી.

CBI Sandeshkhali raid: શેખ શાહજહાંના નજીકના સહયોગીના છુપાયેલા ઠેકાણામાંથી મોટી માત્રામાં દારૂગોળો અને બંદૂકો મળી આવી.

whatsapp banner

પશ્ચિમ બંગાળ, 26 એપ્રિલ: CBI Sandeshkhali raid: પશ્ચિમ બંગાળનો સંદેશખાલી વિસ્તાર મહિલાઓની ઉત્પીડન અને હિંસા માટે સમાચારોમાં હતો. આજે એટલે કે 26મી એપ્રિલે સીબીઆઈએ શેખ શાહજહાંના નજીકના સાથીદારના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ દરોડામાં મોટી માત્રામાં બંદૂકો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

મળી આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવા માટે NSG બોમ્બ સ્ક્વોડની ટીમને બોલાવવામાં આવી છે. આટલા જંગી જથ્થાને પકડવાને કારણે ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જી મુખ્યમંત્રીની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી પણ છે.

આ પણ વાંચો:- Wall clock vastu Tips: કઇ દિશામાં લગાવવી જોઇએ ઘડિયાળ? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

મળી આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવા માટે NSG બોમ્બ સ્ક્વોડની ટીમને બોલાવવામાં આવી છે. આટલા જંગી જથ્થાને પકડવાને કારણે ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જી મુખ્યમંત્રીની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી પણ છે.

ભાજપના આઈટી સેલના વડાએ કહ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી પણ છે. અને જે રીતે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપાયો છે. આ દેશ સામે યુદ્ધ છેડવાના કાવતરા જેવું છે.

તપાસ દરમિયાન CBIને માહિતી મળી હતી કે સંદેશખાલીમાં મોટા પ્રમાણમાં હથિયારો છુપાવવામાં આવ્યા છે. CBIની ટીમે શુક્રવારે જ્યારે સર્ચ શરૂ કર્યું ત્યારે ગેરકાયદેસર હથિયારોનો આ કેશ મળી આવ્યો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો