Supreme Court

Streedhan: સુપ્રીમ કોર્ટે સ્ત્રી ધન બાબતે આપ્યો મહત્વનો નિર્ણય, કહ્યું- સ્ત્રી ધન પર પતિ કે સાસરિયાંનો હક નથી

Streedhan: સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્ત્રી ધન બાબતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો, કે ‘મહિલાઓનું સ્ત્રી ધન તેમની સંપત્તિ છે

whatsapp banner

નવી દિલ્હી, 27 એપ્રિલઃ Streedhan: વડાપ્રધાને ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘જો કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ લોકોની સંપત્તિ લઈને વધુ બાળકો પેદા કરનારા અને ઘૂસણખોરી કરનારાઓને વેચી દેશે. જ્યારે તેમની (કોંગ્રેસ) સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક છે. તેનો અર્થ એ કે, આ સંપત્તિ એકઠી કરી કોને વેચશે? જેના વધુ બાળકો છે તેમને વહેંચી દેશે… શું તમારી મહેનતના નાણાં ઘૂસણખોરી કરનારાને આપી દેવાશે? શું આ તમને મંજૂર છે?’

આ પણ વાંચો:- Arti Singh Wedding: આખરે આરતી સિંહના લગ્ન થયા સમ્પન, વિવાદ બાદ ભાણીના લગ્નમાં પહોંચ્યો મામા ગોવિંદા

તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસનો ઢંઢેરો કહે છે કે તેઓ માતા-બહેનોના સોનાનો હિસાબ કરશે. તેના વિશે માહિતી લેશે અને પછી તેનું વિતરણ કરશે. એવામાં પ્રશ્ન થાય કે સ્ત્રી ધન શું છે?

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્ત્રી ધન બાબતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો, કે ‘મહિલાઓનું સ્ત્રી ધન તેમની સંપત્તિ છે અને તેમને તેની ઈચ્છા મુજબ સ્ત્રી ધન ખર્ચ કરવાનો અધિકાર છે. આ સ્ત્રી ધનમાં પતિ તેનો ભાગીદાર બની શકે નહિ. પરંતુ સંકટ સમયે પત્નીની સંમતિથી તેનો ઉપયોગ કરી શકે છે.’

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સ્ત્રી ધન બાબતે જણાવ્યું હતું કે સ્ત્રી ધનમાં લગ્ન પહેલા, લગ્ન દરમિયાન કે પછી માતા-પિતા, સાસરિયાં, સગાંવહાલાં અને મિત્રો પાસેથી મળતી દરેક ભેટ, પૈસા, ઘરેણા, જમીન અને વાસણ જેવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો