Arvind Rathod actor

Arvind rathod: ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન, ફિલ્મ જગત શોક મગ્ન!

Arvind rathod: આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ

બોલિવુડ ડેસ્ક, 01 જુલાઇઃ Arvind rathod: ગુજરાતની ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન થયુ છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડ (Arvind Rathod) ની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમા શોકનુ મોજુ ફરી વળ્યું છે.

આ ગુજરાતી કલાકાર(Arvind rathod)ને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે. 

Whatsapp Join Banner Guj

અરવિંદ રાઠોડ સાથે દસ ફિલ્મોમા સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યુ કે, અમે 10 ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉમદા કલાકાર હતા. તેઓ અન્ય કલાકારોને પણ હંમેશા મદદગાર રહેતા. તેમના નિધનથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે. 

અરવિંદ રાઠોડની ફિલ્મોગ્રાફી પર નજર કરીએ તો, જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નગારા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Sayaji hospital: કોવિડની લહેરમાં સમર્પિત સેવા આપતા મેડીસીન વિભાગના ૪૦ ટકા સિનિયર અને ૬૦ ટકા જુનિયર તબીબો સંક્રમિત થયાં-વાંચો વિગત