Nurse day celebration

Nurses salaries increase: 18 હજાર નર્સોનો વધી જશે પગાર, 135 ટકાના વધારા સાથે રાજ્ય સરકારે મંજૂર કર્યું આ એલાઉન્સ

Nurses salaries increase: રાજયની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા ૧૮ હજારથી વધુ નર્સિંગ સ્ટાફને માસિક ૧૭૦૦ રૃપિયાનો ફાયદો થશે

ગાંધીનગર, 01 જુલાઇઃ Nurses salaries increase: કોરોના મહામારી દરમિયાન મેડિકલ સ્ટાર્ફ દરમિયાન પગાર વધારાની અનેક વખત રજૂઆત કર્યા બાદ હવે તેમને ફળ મળ્યું છે. સરકારે રાજ્યની તમામ સરકારી નર્સ સ્ટાફનું વિવિધ પ્રકારનું એલાઉન્સ વધારી દીધુ છે. યુનિફોર્મ એલાઉન્સ, નર્સિંગ એલાઉન્સ, વોશિંગ એલાઉન્સમાં સરકારે વધારો કરતા રાજયની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા ૧૮ હજારથી વધુ નર્સિંગ સ્ટાફને માસિક ૧૭૦૦ રૃપિયાનો ફાયદો થશે.

નર્સિંગ એલાઉન્સ(Nurses salaries increase)માં વધારા કરવાથી માંડી ગ્રેડ પેમા વધારો કરવા સહિતની વિવિધ પ્રકારની માંગણીઓને લઈને યુનાઈટેડ નર્સિંગ ફોરમ દ્વારા સરકારને અનેકવાર રજૂઆતો કરવામા આવી હતી.પરંતુ સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારાતા તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા થોડા સમય પહેલા હડતાળ પણ પાડવામા આવી હતી. ત્યારબાદ સરકારે નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો સાથે મીટિંગ કરી નિકાલ લાવવાની ખાત્રી આપી હતી.ત્યારબાદપણ સરકારે કોઈ નિકાલ ન લાવતા એસોસિએશને હડતાળની ચીમકી આપી હતી ત્યારે અંતે સરકારે મોટા ભાગની માંગણીઓ સ્વીકારી છે.

Whatsapp Join Banner Guj

જેમાં ખાસ કરીને નર્સિંગ સ્ટાફને નર્સિંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સ વધારી આપ્યુ છે. સરકારના આરોગ્ય વિભાગે કરેલા ઠરાવ મુજબ રાજ્યના નર્સિંગ સ્ટાફને માસિક ૧૩૫ ટકાના વધારા સાથે એકંદરે ૧૭૦૦ રૃપિયા એલાઉન્સ વધાર્યુ છે.

આ એલાઉન્સ વધારાનો લાભ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા જિલ્લા પંચાયત હસ્તકની હોસ્પિટલો અને દવાખાનામાં ફરજ બજાવતા ૧૮ હજારથી વધુ નર્સિંગ સ્ટાફને મળશે. નર્સિંગ સ્ટાફ દ્વારા બીએસસી નર્સિંગની વિદ્યાર્થિનીઓને અન્ય મેડિકલ સ્ટુડન્ટની જેમ ઈન્ટર્નશિપમાં વધારાની અને સરકારી નર્સિંગ સ્ટાફને અન્ય મેડિકલ સ્ટાફની જેમ ગ્રેડ પેમાં વધારો કરવાની પણ માંગ કરાઈ હતી ત્યારે સરકારે હાલ આ માંગણીઓ બાબતે કોઈ ઠરાવ કર્યો નથી.

આ પણ વાંચોઃ Sayaji hospital: કોવિડની લહેરમાં સમર્પિત સેવા આપતા મેડીસીન વિભાગના ૪૦ ટકા સિનિયર અને ૬૦ ટકા જુનિયર તબીબો સંક્રમિત થયાં-વાંચો વિગત