Aryan khan out of jail

Aryan khan out of jail: 28 દિવસ બાદ ઘરે પહોંચ્યો આર્યન ખાન, આઝાદ થયા બાદ પણ આ પ્રતિબંધ રહેશે- વાંચો વિગત

Aryan khan out of jail: જામીન મળ્યા બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયા હોય, પરંતુ હાઈકોર્ટે તેમને તમામ શરતની સાથે જામીન આપ્યા છે

બોલિવુડ ડેસ્ક, 30 ઓક્ટોબરઃ Aryan khan out of jail: મુંબઈ ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલા આર્યન ખાન 28 દિવસ બાદ પોતાના ઘરે મન્નત પહોંચી ગયા છે. આર્યનને ક્રૂઝમાંથી 2 ઓક્ટોબરે પકડવામાં આવ્યા હતા, જે બાદ 7 ઓક્ટોબરથી તેઓ સતત ન્યાયિક કસ્ટડીમાં હતા. બોમ્બે હાઈકોર્ટથી આર્યન ખાનને 28 ઓક્ટોબરે જામીન મળ્યા હતા.

જોકે, પેપર કાર્યવાહી પૂરી ન થવાના કારણે તેઓ જેલમાંથી છૂટી શક્યા નહોતા. ભલે જામીન મળ્યા બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયા હોય, પરંતુ હાઈકોર્ટે તેમને તમામ શરતની સાથે જામીન આપ્યા છે. જેનુ પાલન આર્યન ખાનને જેલમાંથી બહાર આવ્યા બાદ પણ કરવુ પડશે.

આ પણ વાંચોઃ PM modi in rome: રોમમાં ‘નરેન્દ્રભાઈ કેમ છો’ કહી ભારતીયોએ પીએમ મોદીને આવકાર્યા, પીએમ મોદીએ યુરોપીયન યુનિયનના નેતાઓ સાથે કરી બેઠક

આર્યન ખાન પર હશે આ પ્રતિબંધ

  • કોર્ટની અનુમતિ વિના દેશમાંથી બહાર જઈ શકશે નહીં
  • પાસપોર્ટને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટને સોંપવો પડશે
  • આર્યન આ પ્રકારના ગુનામાં બીજીવાર સામેલ થશે નહીં
  • કેસમાં તપાસ અધિકારીની જાણકારી વિના મુંબઈથી બહાર જઈ શકશે નહીં
  • સહ આરોપીઓની સાથે સંપર્ક કરી શકશે નહીં આર્યન ખાન
  • કાર્યવાહી વિશે સોશ્યલ મીડિયા કે મીડિયાને કોઈ નિવેદન આપશે નહીં
  • દર શુક્રવારે બપોરે 11થી 2 વાગ્યાની વચ્ચે એનસીબી કાર્યાલયમાં હાજરી નોંધાવશે
  • સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેશે
  • સમન્સ પર એનસીબી ઓફિસ જશે
  • કેસમાં કોઈ પ્રકારનુ મોડુ કરવાનો પ્રયત્ન થવો જોઈએ નહીં

રદ થઈ શકે છે જામીન

હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યુ છે કે જો આર્યન ખાન આમાંથી કોઈ શરતનુ પાલન કરશે નહીં તો એનસીબી સીધા એનડીપીએસ કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરી શકે છે.

Whatsapp Join Banner Guj