screenshot 20200606 223631 017772905822134306263

કોરોનાને માત આપ્યા બાદ ફરી લોકોની મદદે આવ્યો આ બોલિવુડ અભિનેતા(bollywood actor), કોઇના માટે બેડ તો કોઇના માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યો છે આ રિયલ હિરો

બોલિવુડ ડેસ્ક, 28 એપ્રિલઃ કોરોના મહામારીની પહેલી લહેર વખતે લાગેલા લોકડાઉન વચ્ચે લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે મદદ કરનાર બોલિવૂડ સ્ટાર(bollywood actor) સોનુ સુદ કોરોનાની બીજી લહેરમાં લોકોને મેડિકલ સુવિધાઓ મળે તે માટે પ્રયત્ન કરી રહ્યો છે. નોંધનીય છે કે, સોનુ સુદ પણ કોરોના સંક્રમિત થયો હતો, અભિનેતાએ કોરોનાને માત આપી છે.

સોનુએ(bollywood actor) હવે ટ્વિટર પર પોતાનું હૈયુ ઠાલવતા કહ્યું છે કે, આ પ્રકારની કપરી સ્થિતિમાં લોકોને મદદ કરવાથી મળતો સંતોષ અલગ જ આનંદ આપે છે. મારા પર મદદ માટે સંખ્યાબંધ કોલ આવી રહ્યા છે. જ્યારે આમાંથી કોઈને હું હોસ્પિટલ બેડ કે ઓક્સિજનની મદદ કરી શકું છુ તે મારા જીવનનુ સૌથી મોટુ સુખ છે. આ આનંદ મને મારી ફિલ્મ 100 કરોડ રુપિયા કમાય તો પણ મળી શકે તેમ નથી. લોકો હોસ્પિટલનો બેડ મળે તેની રાહ જોતા હોય ત્યારે પથારીમાં ઉંઘ આવવી મુશ્કેલ છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સોનુએ(bollywood actor) લોકોને પોતાના વતન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જેના કારણે તે રિયલ હિરો બની ગયો. આ વર્ષે સોનુના મતે ઓક્સિજન, દવાઓની અછત વચ્ચે મદદ પહોંચાડવી પણ મુશ્કેલ બની રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનુ સુદને પંજાબ સરકારે કોરોનાની રસી મુકવાના અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

લોકડાઉનની જાહેરાત વિના, રાજ્ય સરકારે લાગુ કર્યા લોકડાઉનના નિયમોઃ પોલીસે બંધ કરાવ્યા બજારો- જાણો આ તારીખ સુધી રહેશે મીની લોકડાઉન(mini lockdown)