108 ambulance

રાહતઃ હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓએ પણ ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે પ્રવેશ મળશે

અમદાવાદ, 28 એપ્રિલઃ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે 900 બેડની હોસ્પિટલ(Covid hospital) કાર્યરત કરવામાં આવી છે.

Covid hospital

નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગા એ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯ માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દી ને હોસ્પિટલ(Covid hospital) માંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલ માં લઇ ને આવાનું રહેશે (એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે).

ADVT Dental Titanium

ગંભીર દર્દીઓ ને કે જેનમું કોરોના ના અસર ની કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) પાસે હોસ્પિટલમાં ઉપ્લ્ભધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડ ની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.

આ પણ વાંચો….

કોરોનાને માત આપ્યા બાદ ફરી લોકોની મદદે આવ્યો આ બોલિવુડ અભિનેતા(bollywood actor), કોઇના માટે બેડ તો કોઇના માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યો છે આ રિયલ હિરો