આ અભિયાનના બ્રાંડ એમ્બેસેડર(brand ambassador) બન્યો સોનુ સુદ, CM અમરિંદરે આપી શુભેચ્છા

બોલિવુડ ડેસ્ક, 13 એપ્રિલઃ કોરોના વેક્સિનને લઇ લોકો મનમાં ડર છે. જેના કારણે તાજેતરમાં જ પંજાબ સરકારે કોરોના રસીકરણ અભિયાનને લઈને મોટો નિર્ણય લીધો છે. અભિનેતા સોનૂ સૂદને પંજાબ રસીકરણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર(brand ambassador) બનાવવામાં આવ્યા છે. બ્રાન્ડ એમ્બેસેડર(brand ambassador) બનાવ્યા બાદ મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેને શુભેચ્છા આપી છે. 

ટ્વિટર પર આપેલા શુભેચ્છા સંદેશમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ, ‘પરોપકારી અભિનેતા સોનૂ સૂદને પંજાબ સરકારે કોરોના વેક્સિનેશન ડ્રાઇવ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર(brand ambassador) બનાવ્યા છે. હું તે માટે સોનૂને શુભેચ્છા આપુ છું. સોનૂ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર બનતા કોરોના વેક્સિનને લઈને વધુ જાગરૂકતા આવશે. હું રાજ્યના લોકોને અપીલ કરુ છું કે તે જલદીથી જલદી રસીકરણ .

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વેક્સિનેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાની વેબસાઇટ પર લખ્યુ કે આજે 11 એપ્રિલ એટલે કે જ્યોતિબા ફુલે જયંતિથી આપણે દેશવાસી ‘ટીકા ઉત્સવ’ની શરૂઆત કરી રહ્યાં છીએ. ટીકા ઉત્સવ 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતિ સુધી ચાલશે.

આ પણ વાંચો….

કોરોના(Corona Second Wave)ની બીજી લહેર વધુ ખતરનાક હોવા પાછળનું કારણ એમ્સના ડાયરેક્ટરએ જણાવ્યું…! વાંચો સંપૂર્ણ અહેવાલ

ADVT Dental Titanium