Chesley krist committed suicide

Chesley krist committed suicide: આ બ્યુટી ક્વિને 60 માળના બિલ્ડિંગમાંથી કુદીને કરી આત્મહત્યા, મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂએ આપી શ્રદ્ધાજંલિ

Chesley krist committed suicide: ચેસ્લી પોતે બ્યૂટી ક્વીન હોવાની સાથેસાથે એક કુશળ વકીલ, ફેશન બ્લોગર અને એકસ્ટ્રા ટીવી કોરસપોન્ડેટ હતી

મનોરંજન ડેસ્ક, 01 ફેબ્રુઆરીઃ Chesley krist committed suicide: મિસ યુએસએ ૨૦૧૯ ચેસ્લી ક્રિસ્ટાનું ૩૦ વરસની વયે નિધન થઇ ગયું છે. રવિવારે ન્યૂયોર્ક સિટીની એક ૬૦ માળી બિલ્ડિંગમીટથી કૂદીને આત્મહત્યા કરી છે. મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂએ સોશયલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. 

India Tv - Harnaaz Sandhu and Cheslie Kryst

હરનાઝે  ચેસ્લી ક્રિસ્ટા સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું કે, આ સમાચારથી હૃદય હચમચી ગયું છે. આ એક અવિશ્વનીય સમાચાર છે. તમે કેટલાય લોકો માટે પ્રેરણા રહ્યા છો. રેસ્ટ ઇન પીસ ચેસ્લી.

ચેસ્લી પોતે બ્યૂટી ક્વીન હોવાની સાથેસાથે એક કુશળ વકીલ, ફેશન બ્લોગર અને એકસ્ટ્રા ટીવી કોરસપોન્ડેટ હતી. ૩૦ વરસની ચેસ્લીએ રવિવારે સવારે સાત વાગ્યે આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. કહેવાય છે કે, ઘટનાના થોડા સમયપહેલા તે આ જ બિલ્ડિંગના ૨૯મા માળ પર જોવા મળી હતી. 

આ પણ વાંચોઃ Budget 2022 Update: બજેટ પર કેબિનેટની મહોર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PM સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર- વાંચો સંપૂર્ણ વિગત

ચેસ્લીના આત્મહત્યાનું કારણ હજી જાણવા મળ્યું નથી. તેણે સાલ ૨૦૧૯માં મિસ નોર્થ કેલોરિલા યુએસએનો ખિતાબ જીત્યો હતો આ પછી તેણે પોતાના કામમાંથી બ્રેક લીધો હતો. 

આ ઘટનાથી બોલીવૂડની અભિનેત્રી દિવ્યા ભારતીના અવસાનની યાદ તાજી થઇ છે. તેનું એવસાન પણ ૧૯૯૩માં બિલ્ડિંગના પાંચમા માળેથી પડીને થયું હતું. 

Gujarati banner 01