Budget 2022 Update

Budget 2022 Update: બજેટ પર કેબિનેટની મહોર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PM સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર- વાંચો સંપૂર્ણ વિગત

Budget 2022 Update: નાણા મંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરીઃ Budget 2022 Update: નાણા મંત્રી નિર્મલા સીતારામણ આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં કેટલી રાહત મળશે અને ખેડૂતોને શું ભેટ મળશે તેના પર સૌની નજર ચોંટેલી છે. તે સિવાય મહિલાઓ અને યુવાનો માટે બજેટમાં શું જોગવાઈઓ હશે તે પણ મહત્વનું રહેશે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવી રહેલા આ બજેટથી ઈકોનોમીને બુસ્ટર ડોઝ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

નાણા મંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરી અને ડો. ભગવત કરાડ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. નાણા મંત્રી નિર્મલા સીતારામણ વહી ખાતા લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને 11 વાગ્યે બજેટ રજૂ કરશે તે પહેલા કેબિનેટમાં ચર્ચા થશે. 

નાણા મંત્રી નિર્મલા સીતારામણ 11:00 વાગ્યે પોતાની બજેટ સ્પીચ વાંચવાનું શરૂ કરશે. સામાન્ય રીતે બજેટ સ્પીચ 90થી 120 મિનિટની હોય છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારામણના નામે સૌથી લાંબી બજેટ સ્પીચ આપવાનો રેકોર્ડ છે. 

03:45 કલાકે નેશનલ મીડિયા સેન્ટર ખાતે બજેટ પછીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ત્યાર બાદ નાણા મંત્રી સાંજે 5:00 વાગ્યાથી 5:45 વાગ્યા દરમિયાન સંસદ ટીવી અને DD પર બજેટ પછી ઈન્ટરવ્યુ આપશે. 

બજેટ પહેલા શેર બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 650 પોઈન્ટથી વધારે તેજી સાથે 58,700 પોઈન્ટની આસપાસ વેપાર કરી રહ્યો છે. નિફ્ટીએ પણ 17,500 પોઈન્ટના સ્તરને પાર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબર, 2021ના રોજ સેન્સેક્સ 62,245.43 પોઈન્ટના લેવલ સુધી ગયો હતો જે અત્યાર સુધીનું હાઈ લેવલ છે. જોકે ત્યાર બાદ વેપારમાં મોટા ભાગે વેચાણનો માહોલ હાવી રહ્યો છે. 

બજેટની કોપીઓ ભરેલી ટ્રક પણ સંસદ ભવન પહોંચી ગઈ છે.

Gujarati banner 01