Corona case in bollywood: અક્ષયની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, કેટરીનાનો રિપોર્ટ પણ પોઝિટિવ, તો બીજી તરફ કરીનાએ ફેન્સને માસ્ક પહેરવાની કરી અપીલ

Corona case in bollywood

બોલિવુડ ડેસ્ક, 06 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોના કેસના આંકમાં વધારો થઇ રહ્યો છે. તો બોલિવુડ સેલેબ્સ પણ કોરોના સંક્રમિત થયા છે. થોડા સમયમાં જ કાર્તિક આર્યન, નીતુ કપૂર, વરુણ ધવન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, પરેશ રાવલ, વિક્કી કૌશલ, કેટરિના કેફ , ગોવિંદા, ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર સહિત ઘણા કલાકારો કોરોનાથી સંક્રમિત(Corona case in bollywood) થયા છે. એવામાં ઇન્ડસ્ટ્રીની અંદર પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

એક્ટ્રેસે તેની જાણકારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને આપી છે. કેટરીનાએ (Katrina Kaif) લખ્યું, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોતાને આઇસોલેટ કરી છે. હાલ હોમ ક્વોરેઇન્ટાઇનમાં છું. સ્ટાર્સ ફેન્સને વિનંતી કરી રહ્યા છે કે, કોવિડના નિયમોનું યોગ્ય પાલન કરો.

Whatsapp Join Banner Guj

સોશિયલ મીડિયા (Social Media) પર ખાસ એક્ટિવ રહેતી કરીના કપૂર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફથી ફેન્સને રૂબરૂ કરાવતી રહે છે. એક્ટ્રેસે હાલમાં જ માસ્ક પહેરીને પોતાની એક તસવીર શરે કરી છે. તસવીરમાં કરીનાએ કાળા રંગનું માસ્ક પહેર્યું છે અને ફેન્સને પણ માસ્ક પહેરવા માટે અપીલ કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, આ કોઇ પ્રોપોગેંડા નથી, કૃપા કરીને પોતાનું માસ્ક પહેરતા રહો.(Corona case in bollywood)

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારના તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘રામસેતુ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રામસેતુ સાથે જોડાયેલા બીજા ૪૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.(Corona case in bollywood)

આ પણ વાંચો….

Rajkot corona caseમાં વધારો: પોલીસ કર્મી અને શિક્ષકો થયા સંક્રમિત, સીએમ રુપાણીના ભાઇ લલિત રુપાણી સહિત પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ