Deepika statement on divorce

Deepika statement on divorce: દીપિકા પાદુકોણે છુટાછેડાના સમાચારો પર મૌન તોડ્યુ, રણવીર વિશે કહી આ વાત- વાંચો વિગત

Deepika statement on divorce: દીપિકાએ કહ્યું- કામને કારણે રણવીર અને હું ઘણા સમયથી એકબીજાથી દૂર છીએ પરંતુ….

બોલિવુડ ડેસ્ક, 13 ઓક્ટોબરઃ Deepika statement on divorce: ઘણા મીડિયા રિપોર્ટમાં તે કહેવામાં આવ્યું કે દીપિકા અને રણવીર જલદી અલગ થવાના છે. અત્યાર સુધી આ કપલે કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ હવે દીપિકા પાદુકોણે છુટાછેડાના સમાચારો વચ્ચે પોતાના અને રણવીરના સંબંધ પર એક નિવેદન આપ્યું છે.

નોંધનીય છે કે આખરે દીપિકા પાદુકોણે છુટાછેડાના સમાચારો વચ્ચે મૌન તોડ્યું છે. નોંધનીય છે કે દીપિકાએ પૂર્વ અભિનેત્રી મેગન માર્કલ (Meghan Markle) ની સાથે એક પોડકાસ્ટ રેકોર્ડ કર્યું જેમાં તેણે પોતાના અને રણવીરના સંબંધને લઈને વાત કહી છે. તેમને નિવેદનમાં પોતાના ડિવોર્સની અફવાને લઈને પણ વાત કહી છે. 

આ પણ વાંચોઃ Sagar Dhankar Murder Case: રેસલર સુશીલ કુમારની મુશ્કેલીમાં વધારો, જેલમાંથી બહાર આવવું થયું અઘરું- વાંચો શું છે મામલો?

પોડકાસ્ટમાં દીપિકાએ કહ્યું- કામને કારણે રણવીર અને હું ઘણા સમયથી એકબીજાથી દૂર છીએ અને એક સપ્તાહના એક મ્યૂઝિક કોન્સર્ટ બાદ પરત ફર્યાં છીએ. તે મને જોઈને ખુશ થશે. પોડકાસ્ટમાં દીપિકાએ આ નિવેદનથી સ્પષ્ટ કરી દીધુ છે કે આજે પણ રણવીર અને દીપિકા એકબીજાને પ્રેમ કરે છે. બંને વચ્ચે કોઈ અણબનાવ નથી અને બંને છુટાછેડા લઈ રહ્યાં નથી. 

Deepika, Ranveer separation rumours take over social media

ઉલ્લેખનીય છે કે, છુટાછેડાના સમાચાર એક અજાણ્યા ટ્વીટથી ઉડ્યા હતા જેમાં લખી દેવામાં આવ્યું હતું કે રણવીર અને દીપિકા વચ્ચે બધુ બરાબર નથી. 

આ પણ વાંચોઃ DRI Seizes illegal foreign brand cigarettes: મુંદ્રા પોર્ટ પરથી કરોડોની ગેરકાયદેસર વિદેશી બ્રાન્ડની સિગારેટ ઝડપાઈ- વાંચો વિગત

Gujarati banner 01