gopal italia

Gopal Italia Arrested by delhi police: AAPના ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં થઇ ધરપકડ- જાણો શું છે મામલો?

Gopal Italia Arrested by delhi police: મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું

નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ Gopal Italia Arrested by delhi police: ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવાયું હતું. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. 

ધરપકડ પહેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હતી કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. બીજેપીને પાટીદાર સમાજથી નફરત છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી નથી ડરતો. નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસ બોલાવી છે, મને ધમકાવી રહ્યાં છે. તો આ ટ્વીટ પર જવાબ આપતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, આખુ બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડ્યું છે. 

આ પણ વાંચોઃ Deepika statement on divorce: દીપિકા પાદુકોણે છુટાછેડાના સમાચારો પર મૌન તોડ્યુ, રણવીર વિશે કહી આ વાત- વાંચો વિગત

આ પણ વાંચોઃ Sagar Dhankar Murder Case: રેસલર સુશીલ કુમારની મુશ્કેલીમાં વધારો, જેલમાંથી બહાર આવવું થયું અઘરું- વાંચો શું છે મામલો?

Gujarati banner 01