heena panchal

Drugs party: નાસિક ખાતે ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં 22 વ્યક્તિની ધરપકડ, આ અભિનેત્રી ડ્રગ્સ સાથે પકડાઈ- જાણો વિગત

Drugs party: નાસિક ગ્રામ્ય પોલીસના ACP સચિન પાટિલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પાર્ટી બે અલગ અલગ બંગલામાં યોજાઈ હતી

બોલિવુડ ડેસ્ક, 28 જૂનઃDrugs party: ઈગતપુરી રેવ પાર્ટી પર રેડ સમયે પોલીસે ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો ઉપયોગ કરનારા લોકોની ધરપકડ કરી છે. આ પાર્ટીમાંથી આશરે 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મરાઠી બિગ બોસ સીઝન-2માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ધરાવતી અભિનેત્રી હીના પંચાલનો પણ સમાવેશ થાય છે. નાસિક પોલીસ વડા સચિન પાટિલે શનિવારે રાત્રે લગભગ 2 વાગે ઈગતપુરીમાં રેવ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો.

દેશ દુનિયાના સમાચાર જાણવા માટે અહીં ક્લીક કરો.

સૂત્રોના મતે, પોલીસને માહિતી મળી હતી કે નાસિકના અંતરિયાળ વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટી(Drugs party) ચાલી રહી છે. અહીંયા બર્થડે પાર્ટી યોજાઈ હતી અને મહેમાનોને વ્હોટ્સએપના માધ્યમથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. વેબ પોર્ટલ પિપિંગ મૂનના અહેવાલ પ્રમાણે, નાસિક રૂરલ પોલીસે પાર્ટી(Drugs party)માંથી 22 લોકોની ધરપકડ કરી છે, તેમાંથી 10 પુરુષો તથા 12 મહિલાઓ છે. આ 12 મહિલાઓ બોલિવૂડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાના-મોટા રોલ કરે છે. આટલું જ નહીં 2 કોરિયોગ્રાફર છે, તેમાંથી એક મહિલા ઈરાનની છે અને એક રિયાલિટી શો ‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક છે.

આ પણ વાંચોઃ Cabinet reshuffle: આ તારીખે બેઠકમાં કેબિનેટમાં ફેરફાર અંગે PM મોદી મંત્રીઓને આપશે જાણકારી- વાંચો વિગત

સૂત્રોના મતે, પોલીસને ડ્રગ્સ તથા રોકડ રકમ મળી આવી છે. આ પાર્ટી (Drugs party) નાસિકના ઈગતપુરી વિસ્તારમાં આવેલા માનસ રિસોર્ટના સ્કાય તાજ બંગલોમાં ચાલતી હતી. રવિવાર (27 જૂન) રાતના બે વાગે પોલીસે દરોડા પાડ્યા હતા.

દેશ દુનિયાના સમાચાર જાણવા માટે અહીં ક્લીક કરો.

નાસિક ગ્રામ્ય પોલીસના ACP સચિન પાટિલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પાર્ટી(Drugs party) બે અલગ અલગ બંગલામાં યોજાઈ હતી. ડ્રગ્સ ઉપરાંત પોલીસને શંકા છે કે અહીંયા દેહવ્યાપાર પણ થતો હતો. પાટિલના મતે, આ બંગલાનો માલિક મુંબઈનો છે.

આ પણ વાંચોઃ terror attack in j&k : આતંકવાદીઓએ એસપીઓ અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા, જાણો વિગતે