RBI (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ લીધો મોટો નિર્ણય, અનેક રાજકીય પક્ષોને આ નિર્ણયથી પડશે મોટો ફટકો- વાંચો શું છે મામલો?

કેન્દ્ર સરકારે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કર્યા બાદ RBIએ આ મહત્વની જાહેરાત કરી છે

નવી દિલ્હી, 28 જૂનઃRBI રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ  એ  નવી અધિસૂચના બહાર પાડી છે. તે મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક પ્રશાસનના સભ્યો સહિત કોઈ પણ રાજકીય નેતા અર્બન ઓપોરેટીવ બેન્કના ડાયરેકટર બની શકશે નહીં. કેન્દ્ર સરકારે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કર્યા બાદ RBIએ આ મહત્વની જાહેરાત કરી છે. 

આ પણ વાંચોઃ terror attack in j&k : આતંકવાદીઓએ એસપીઓ અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા, જાણો વિગતે

RBIએ બહાર પાડેલી અધિસૂચના મુજબ ડાયરેકટર તરીકે નીમાયેલી વ્યક્તિ કોઈ અન્ય બેન્ક અથવા કંપનીમાં હોદો સંભાળી શકશે નહીં.  ડાયરેકટર પદે નીમાયેલી વ્યક્તિ પર કોઈ ગુનો નોંધાયેલો હોવો જોઈને નહીં. તેમ જ મેનેજિંગ ડાયરેકટર અને ચીફ એક્ઝિક્યુટીવ પદ માટે વ્યક્તિનું ઈકોનોમિક્સ, ફાયનાન્સ અથવા બેન્કિંગમાં ગ્રેજ્યુએટ્સ હોવું આવશ્યક રહેશે. 

દેશ દુનિયાના સમાચાર જાણવા માટે અહીં ક્લીક કરો.

RBIના આ નિર્ણયને કારણે જોકે આગામી સમયમાં બેન્કોમાં થતા કૌભાંડો પર નિયંત્રણ આવવાની શકયતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ છે. મોટાભાગના બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડોમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે કોઈને કોઈ રાજકીય અગ્રણી અથવા તેનો પક્ષ જોડાયેલો જ હોય છે. કોઈ પણ લાયકત વગર તેઓ ફ્કત રાજકીય વગને કારણે બેન્કોમાં પદ મેળવતા હોય છે.

આ પણ વાંચોઃ Drugs party: નાસિક ખાતે ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં 22 વ્યક્તિની ધરપકડ, આ અભિનેત્રી ડ્રગ્સ સાથે પકડાઈ- જાણો વિગત