Fact check About Big B Health

Fact check About Big B Health: અમિતાભ બચ્ચન છે એકદમ સ્વસ્થ્ય, આ કારણે ગયા હતા હોસ્પિટલ- વાંચો વિગત

Fact check About Big B Health: 15 માર્ચના રોજ અમિતાભ બચ્ચન અને કોકિલાબેન હોસ્પિટલ સમગ્ર દિવસ દરમિયાન X પર ટોપ સર્ચમાં રહ્યા

મનોરંજન ડેસ્ક, 16 માર્ચઃ Fact check About Big B Health: અભિનેતા અમિતાભ બચ્ચને શુક્રવારે તેમની ખરાબ તબિયતના અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવીને ફગાવી દીધા હતા. આ પછી તેના હોસ્પિટલમાં દાખલ થવાની અફવાઓનો અંત આવ્યો. અગાઉ અમિતાભ બચ્ચનના પગમાં લોહીના ગંઠાઇ જવાને કારણે અથવા ધમનીમાં અવરોધને કારણે એન્જીયોપ્લાસ્ટી કરાવવાના કેટલાક સમાચાર મીડિયામાં આવ્યા પછી તેમના શુભચિંતકો અને ફેન્સે શુક્રવારે ઇન્ટરનેટ મીડિયા ફોરમ પર ચિંતા વ્યક્ત કરી હતી.

શુક્રવારના રોજ અલગ-અલગ મીડિયા સંસ્થાઓ દ્વારા અલગ-અલગ સ્ત્રોતોને ટાંકીને બચ્ચનના સ્વાસ્થ્ય વિશે અલગ-અલગ માહિતી જાહેર કરવામાં આવી હતી. જો કે સમાચાર સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી, પણ કાલે એટલે કે 15 માર્ચના રોજ અમિતાભ બચ્ચન અને કોકિલાબેન હોસ્પિટલ સમગ્ર દિવસ દરમિયાન X પર ટોપ સર્ચમાં રહ્યા હતા.

આ પણ વાંચોઃ CM Arvind Kejriwal Relief: લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના CM કેજરીવાલને મોટી રાહત, કોર્ટે જામીન મંજૂર કર્યા- વાંચો વિગત

બપોરે તેઓ રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં ગયા હોવાનું જણાવાયું હતું. આવી અટકળો વચ્ચે અભિનેતાએ શુક્રવારે બપોરે ઇન્ટરનેટ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું, તમારા બધાનો હંમેશા આભાર. એક કલાક પછી તેણે ‘સ્ટ્રીટ પ્રીમિયર લીગ’ માટે પુત્ર અભિષેકની ‘માઝી મુંબઈ’ ટીમ પર પ્રમોશનલ વીડિયો અપલોડ કર્યો છે. ગુરુવારે રાત્રે દાદાજી કોંડાદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) મેચ દરમિયાન પિતા-પુત્રની તસવીરો લેવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો