Indian Idol 12 Winner

Indian Idol 12 Winner: સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના વિનરનું નામ લીક થવાના કરાઈ રહ્યો છે દાવો સામે આવ્યો- વાંચો શું છે મામલો?

Indian Idol 12 Winner: સોશિયલ મીડિયા પર અરુણિતા ના ચાહકો ટ્વિટ કરીને શો વિશે ગમે તેમ લખી રહ્યાં છે. તેઓ વિનરના નામ એટલે કે પવનદીપ ને નહીં પરંતુ અરુણિતાને શોના વિનર તરીકે જોવા માંગે છે

ટેલિવિઝન ડેસ્ક, 16 ઓગષ્ટઃ Indian Idol 12 Winner: નાના પડદા પર સૌથી ચર્ચિત રિએલિટી શો ઈંડિયન આઈડલ 12 (Indian Idol 12) ના વિનરના નામની દર્શકોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. હવે આ શોના વિનર તરીકે પવનદીપનું નામ જાહેર થઇ ચૂક્યું છે. પવનદીપને આ શોના વિનર તરીકે જાહેર કરવામાં આવ્યો અને તેને શાનદાર ટ્રોફી સહિત 25 લાખ રુપિયા જીત્યા છે.

આ પણ વાંચોઃ Night curfew in gujarat: રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો કારણ

ગઇ કાલે એટલે કે 15 ઓગષ્ટના રોજ આ શોનું ફિનાલે હતુ ત્યારે બધા કન્ટેસ્ટન્ટના માતા-પિતા પ્રાર્થના કરી રહ્યાં હતા ત્યારે શોના વિનરનું નામ પહેલેથી જ નક્કી હોવાનું જાણવા મળ્યું છે. બૉલીવુડના એક રિપોર્ટનું માનીએ તો આ સીઝનના વિનરનો નામ પહેલાથી જ લીક થઈ ગયુ છે. આ રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે પવનદીપ રાજનની એક ફોટા વાયરલ થઈ રહી હતી. જેમા તે હાથમાં વિનરની ટ્રાફી અને ચેક પકડી જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચોઃ Atal bihari vajpayee death anniversary: અટલ બિહારી વાજપેયીજીની ત્રીજી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સદૈવ અટલ સ્મૃતિ સ્થળે પહોંચીને કર્યું વંદન

ઉલ્લેખનીય છે કે, આ શો ઓડિયન્સ વોટિંગ આધારે વિનર નક્કી કરવાનો હતો. બીજી તરફ સોશિયલ મીડિયા પર અરુણિતા ના ચાહકો ટ્વિટ કરીને શો વિશે ગમે તેમ લખી રહ્યાં છે. તેઓ વિનરના નામ એટલે કે પવનદીપ ને નહીં પરંતુ અરુણિતાને શોના વિનર તરીકે જોવા માંગે છે.

Whatsapp Join Banner Guj