Night Curfew image 600x337 1

Night curfew in gujarat: રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો કારણ

Night curfew in gujarat: આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે

ગાંધીનગર, 16 ઓગષ્ટઃ Night curfew in gujarat: ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે,રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ Horrible scene in kabul: કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, કાબુલથી નિકળવા વિમાનના પૈડા પર લટક્યા ત્રણ લોકો- જુઓ વીડિયો

17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં કર્ફ્યૂ લાગુ રહેશે.તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.


તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે

Whatsapp Join Banner Guj