Garba 600x337 1

Navratri of Gandhinagar Cultural Forum: ગુજરાત ભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજાય

Navratri of Gandhinagar Cultural Forum: કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જનસલામતિ અને વ્યાપક લોકહિતને ધ્યાને રાખીને ગાંધીનગર કલ્ચરલ ફોરમનો મહત્વનો નિર્ણય

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , ૧૬ ઓગસ્ટ:
Navratri of Gandhinagar Cultural Forum: ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સફળતાપુર્વક સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાને લઇને સરકારે અને સમાજે સજ્જતા કેળવી છે, તેવા સંજોગોમાં સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન બિલકુલ સલાહભર્યું નથી. એટલે વ્યાપક લોકહિતને ધ્યાનમાં રાખીને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે.

Navratri of Gandhinagar Cultural Forum

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત ભાઈ જહાએ જણાવ્યું હતું કે, મા આદ્યશક્તિની આરાધનાનું આ પર્વ ગુજરાતમાં આનંદ-ઉલ્લાસ પૂર્વક યોજાય છે. નવરાત્રીના રાસ ગરબામાં ભારે જનમેદની ઉમટી પડે છે, અને સેંકડો યુવક-યુવતીઓ મન મૂકીને ગરબે રમતા હોય છે. નવરાત્રીના રાસ-ગરબા દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું અશક્ય અને અસંભવ હોય છે. આવી પરિસ્થિતિમાં રાસ-ગરબાનું સાર્વજનિક આયોજન નહીં કરવું જ જનઆરોગ્ય માટે હિતાવહ છે.

Horrible scene in kabul: કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, કાબુલથી નિકળવા વિમાનના પૈડા પર લટક્યા ત્રણ લોકો- જુઓ વીડિયો

તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગાંધીનગરે અનેક આગેવાનો અને સક્રિય નાગરિકો ગુમાવ્યા છે. ઘણા નાગરિકોનું કોરોનાને કારણે નિધન થયું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ તમામ નાગરિકો અને તેમના પરિવારજનો પ્રતિ સંવેદના અનુભવે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

Whatsapp Join Banner Guj

ગાંધીનગરના નાગરિકો સ્વસ્થ રહે સલામત રહે એવી અભ્યર્થના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ તમામ ગાંધીનગરવાસીઓને વેક્સિનેશનના બંને ડોઝ લઈને કોરોના સામે સલામતી કેળવવા અનુરોધ કર્યો છે. તેમણે પ્રાર્થના કરી છે કે, કોરોનાની ત્રીજી લહેરને અટકાવીએ તો કોરોનાને કાયમી જાકારો આપી શકીએ, જેથી કરીને આગામી વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી રંગેચંગે થઈ શકે.